જમાનો બદલાયો આધુનિક યુગમાં રીત રસમ મેથડ બદલાણી. હવે ટચ જુગાર આવ્યો છે. કેશીનો – કલબ – પબો – બાર વગેરે દ્વારા રમાતો જુગાર. નિર્દોષ ખેલ-કૂદની રમતો ઉપર રમાતો સટ્ટો એ આધુનિક જુગાર છે પરંતુ ગુજરાતમાં શ્રાવણ માસમાં તીન પત્તીથી રમાતો જુગાર જે શ્રાવણીયો જુગાર પ્રખ્યાત થયો તેવી એક પણ જુની રમતને આવું બિરૂૂદ મળ્યું નથી ત્યારે જામકંડોરણા તાલુકાના પીપરડી ગામેથી તીન પત્તીની મોજ માણી રહેલા છ પત્તાપ્રેમીની જામકંડોરણા ની પોલીસે રમત બગાડી હતી.
આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા ના પીપરડી ગામની સીમમાં લેમ્પના અંજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળી હતી આ બાતમી ના આધારે જામકંડોરણા ના પીએસઆઇ વી.એમ ડોડીયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ દ્વારા જુગારની સફળ રેડ કરી હતી આ રેડ દરમ્યાન દિગ્વિજયસિંહ ઉર્ફે દિગો અનિરુદ્ધસિહ જાડેજા (રહે. ઈન્દિરા નગર જામકંડોરણા) , હરપાલસિંહ રણજીતસિંહ જાડેજા (રહે પાદરીયા) , પરાક્રમસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા રહે (ચાંદની ચોક જામકંડોરણા) , ગીરીરાજસિંહ રામસિંહ વાળા રહે (પીપરડી) , રવીરાજસિંહ અનોપસિંહ જાડેજા રહે (વાવડી) અને ગોપાલ હરગોવિંદભાઈ સારા રહે (પટેલ ચોક જામકંડોરણા) ને 42,320 રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા જામકંડોરણા પોલીસ દ્વારા જુગાર ધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
આ જુગારની સફળ રેડ માં જામકંડોરણા ના પીએસઆઇ વી.એમ ડોડીયા , પો. હેડ.કોન્સ. રામાભાઈ રાડા, પો. કોન્સ. નિકુલભાઈ પપાણીયા અને મચ્છાભાઈ ચીરોડીયા જોડાયા હતા