જોધપુર, રાજસ્થાન ખાતે આયોજિત સન્માન સમારોહમાં જીવદયા પ્રેમી જૈન અગ્રણી ગૌરક્ષક સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રાજકોટના વતની કેતનભાઇ સંઘવીને સામાજિક ધાર્મિક અને સેવા ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ દલિત ફેડરેશન ઇન્ડિયા દ્વારા ડો.આંબેડકર એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાથી રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ સન્માન 2024 એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. તેઓ જીવદયા પ્રેમી તેમજ ગૌરક્ષક તરીકે જાણીતા છે. તેઓ અખિલ ભારતીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિ દિલ્હીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી છે. આવનારા દિવસોમાં, કેતનભાઈ સૌરાષ્ટ્ર વિસ્તાર માંથી જીવદયા પ્રેમીઓનું મોટું સંગઠ્ઠન બનાવીને અબોલ પશુ અને ગૌવંશને કતલખાને ન લઈ જવામાં તેની તકેદારી રાખશે. ગુજરાત ભર માંથી ગૌરક્ષા માટે પ્રાણની આહુતી આપીને કતલખાને જતા ગૌવંશને બચાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. કેતનભાઈ સંઘવી જીવદયા અને ગૌરક્ષણ સાથે તેઓ ગૌવંશને ક્તલખાને જતા બચાવવા સહિતનું કાર્ય
કરે છે. અગાઉ પણ અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા તેમને પુરસ્કારો અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. કેતનભાઈ સંઘવીએ એક નવો અધ્યાય શરૂ કર્યો અને પછી તે જીવદયાનું કાર્ય હોય કે સાધર્મિક ભક્તિ કે લોકોની સેવાનું કામ હોય, તેમણે નિઃસ્વાર્થ ભાવનાથી કરી બતાવ્યું છે. દરેક કાર્યમાં તેમનું યોગદાન છે. જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવીને રાષ્ટ્રીય એવોર્ડ પુરસ્કાર 2024થી સન્માન મળતા ચોમેર આનંદ છવાયો છે. તેમના જન્મદિને તેમને આ રાષ્ટ્રીય પુરસ્કાર મળતા ઠેર ઠેરથી તેમના પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.