સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરૂપુર્ણીમાની ઉજવણી કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાએ યુનિવર્સિટી પરિસર સ્થિત દેવી સરસ્વતી માતાજીની પુજા કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યસ્થાપક અને પ્રથમ કુલગુરુશ્રી ડો ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડૉ. અતુલભાઈ ગોસાઈ, આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડૉ.સંજય મુખર્જી, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની, ભવનના અધ્યક્ષઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રાધ્યાપકઓ, બિન શૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Post Views: 98