આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા એક હેપિનેસ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રી શ્રી રવિશંકરજી દ્વારા વિશ્વને તેમના દ્વારા આપવામાં આવેલી અદ્ભૂત અને અનમોલ યોગીક ભેટ એવી ‘સુદર્શનક્રિયા’ ને શીખવવામાં આવશે. તા. ૧૮ થી ૨૧ જૂલાઇના સવારે ૬ થી ૯ વાગ્યે અથવા સાંજે ४-३० થી ૭-૩૦ વાગ્યે હેપીનેસ પ્રોગ્રામનું ર બેચમાં આયોજન કરવામાં આવ્યું છે. કોઇપણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર આ કોર્ષમાં બધા જોડાય શકે છે. બરસાના – પ, રોયલ પાર્ક, સત્યમ માર્ટની સામેની શેરી, ઓફ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો. ૯૮રપર ૧પર૩૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Post Views: 95