રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીસ એન્ડ ચિલ્ડ્રન ક્લબ દ્વારા પ્રેસિડન્ટ જાગૃતિ ખીમાણીના પ્રયત્નોથી બાળકોને પ્રોસહિત કરવા પ્રતિભા સન્માન સમારોહમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા. સાથે હેલ્થ માટે ડાયાબિટીસ ચેકઅપ બ્લડપ્રેશર ચેકઅપ અને બાળકો માટે ધાર્મિક વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, દંડક મનીષભાઈ રાડિયા, રાજકોટ શહેર ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા, રઘુવંશી અગ્રણી વીણાબેન પાંધી, રીટાબેન કુંડલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
Post Views: 88