શહેરી ગતિવિધિથી દૂર વહેતી ભાત્સા નદીના તટે મનને શાંત -સ્થિર અને પવિત્રકરનાર પરમધામ સાધના સંકુલના પ્રાંગણે ભવ્ય જીવોની આત્મધરા પર સંવેગભાવ જાગૃત કરાવીને એમને પ્રતિબોધિત કરવા સંવેગ ચાતુર્માસ અર્થે પધારી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસર આગામી તા. 21ને રવિવારે યોજાશે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવઆદિ 6 સંતો તેમજ પૂજ્ય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી આદિ 30 મહાસતીજીના ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે દેશ-વિદેશના સંઘો, સંસ્થાઓ, શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો, અગ્રણી મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ શુભેચ્છા સમારોહ 21 જુલાઈ રવિવાર સવારના 08:30 કલાકે યોજાશેસાથે દેશ-વિદેશના હજારો ગુરુભક્તો પરમ ગુરુદેવના ચરણ શરણમાં શ્રદ્ધા – ભક્તિભાવની અર્પણતા કરીને સંવેગ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરશે. ગુરૂ ભગવંતના સાંનિધ્યે ભવોભવનું કલ્યાણ કરાવી દેનારા સમગ્ર ચાતુર્માસના આયોજનમાં જોડાઈને આત્મહિત સાધવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પરમધામ સાધના સંકુલઅનેસંવેગ ચાતુર્માસની અનુમોદનાનો અનન્ય લાભ લેનારા કંચનબેન રમણીકલાલ શેઠ પરિવારતરફથી પરમધામ સાધના સંકૂલ પધારવા જણાવાયું છે.