બેંકમાં થતા કુલ આર્થિક વ્યવહાર પૈકી 89 ટકા ડિજિટલ થશે
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં તાજેતરમાં માર્ગદર્શક મંડળની બેઠક વિચાર વિમશે સાથે યોજાઈ હતી. બેંક દ્વારા જે મહિનામાં પાંચમો શનિવાર આવતો હોય ત્યારે આ બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં ઉપસ્થિત દરેક બેંકના વિકાસને અનુલક્ષીને અમૂલ્ય સુચનો કરે છે અને તેને અનુરૂપ કાર્ય કરવામાં આવે છે. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ’સામાજિક ઉત્તરદાયિત્વનું કાર્ય આપણે કરીએ છીએ, પરંતુ, તેનાથી નાના માણસના જીવનમાં આવેલ પરિવર્તનની વિસ્તૃત નોંધ હવેથી રાખીશું. મેડીકલ સહાયમાં રાજકોટ ઉપરાંત અમદાવાદની હોસ્પિટલમાં બિલમાં રાહત મળે છે. બેંકનો ડિજિટલ ગ્રોથ જોઈએ તો ગત મે માસમાં 89 ટકા વ્યવહાર ડીજીટલ થયા છે. નાના-નાના ગામડામાં પણ ડિજીટલ વ્યવહાર થઇ રહ્યા છે. બેંકમાં ઇન્ફોસીસનો નવો સોફટવેર આવશે. નવા સોફટવેરના અમલને કારણે થોડી મુશ્કેલી પડશે, પરંતુ, આ સ્વીકારીને આગળ વધીશું તો વધારે સારું કાર્ય કરી શકીશું.’ ગત મિટિંગમાં રજુ થયેલ સૂચનો અને તેની અમલવારી અંગેની વિસ્તૃત માહિતી બેંકના ડી.જી.એમ. રજનીકાંત રાયચુરાએ રજુ કરી હતી. આ બેઠકમાં કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણી, ડિરેકટરગણ માંથી નલિનભાઈ વસા (પૂર્વ ચેરમેન), ટપુભાઈ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઈ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઈ શિંગાળા, દીપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઈ ધોળકીયા, માઘવભાઈ દવે, દિનેશભાઈ પાઠક, કાર્તિકેયભાઈ પારેખ, શૈલેષભાઈ મકવાણા, હરેશભાઈ ઠક્કર, હસમુખભાઈ હિંડોચા (કો-ઓપ્ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), વિનોદભાઈ લાઠીયા (બોર્ડ ઓફ મેનેજમેન્ટ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.