T20 world cup: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે કરશે. ભારતીય ટીમને ગુ્રપ એમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં આયર્લેન્ડ ઉપરાંત પાકિસ્તાન, કેનેડા અને યજમાન અમેરિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 9 જૂને ન્યૂયોર્કમાં યોજાશે.
IPL 2024 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આગામી એક સપ્તાહમાં ફાઇનલિસ્ટ અને ત્યાર બાદ ચેમ્પિયન જાહેર કરવામાં આવશે. આ પછી, તમામનું ધ્યાન વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ પર કેન્દ્રિત રહેશે, જે 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે જુદા-જુદા ભાગોમાં અમેરિકા પહોંચશે અને તે ન્યૂયોર્કમાં જ રહેશે, જ્યાં તેમને તેમની ગૂ્રપ સ્ટેજની મેચો રમવાની છે. જો કે ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 5 જૂને આયરલેન્ડની છે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ તરફથી પણ મેચ રમવા જઈ રહી છે.
હા, વર્લ્ડ કપની તૈયારી માટે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને તક મળવાની છે. હવે ભારતીય ખેલાડીઓ મોટાભાગે આઇપીએલ રમીને ટુર્નામેન્ટમાં જોડાવા માટે આવશે અને આવી સ્થિતિમાં તેઓ તેમની લયમાં રહેશે, પણ એક ટીમ અને પ્લેઈંગ ઈલેવન તરીકે વર્લ્ડ કપ અગાઉ રમવાની આ મહત્વની તક બની રહેશે, રોહિત શર્માની ટીમ પાસે પણ તે હશે, જેના કારણે તે ટુર્નામેન્ટના સંજોગોથી પણ પરિચિત થશે.
1 જૂને બાંગ્લાદેશ સાથે ટકરાશે T20 world cup
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ગુરુવારે 16 મેના રોજ વર્લ્ડ કપ પહેલા તમામ ટીમો માટે વોર્મ-અપ મેચોની જાહેરાત કરી હતી. એવામાં ટીમ ઇન્ડિયાના ખાતામાં મેચ છે, જે 1 જૂને રમાશે. ભારતીય ટીમનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચનું સ્થળ હજુ નક્કી થયું નથી, પણ ભારતીય ટીમને પોતાના ગ્રૂપ સ્ટેજમાં અમેરિકામાં જ રમવાનું છે, તેથી આઇસીસીએ તેને અમેરિકામાં જ રાખવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ માટે 3 સ્થળો છે – ન્યૂયોર્ક, ફ્લોરિડા અને ટેક્સાસ. ભારતીય ટીમ ન્યૂયોર્કમાં પોતાના ગ્રુપ સ્ટેજની મેચો રમશે, તેથી શક્ય છે કે વોર્મઅપ મેચ ફ્લોરિડા કે ટેક્સાસના કોઈ એક સ્થળે યોજાઈ શકે છે.
જંજવાડીયા પરિવાર દ્વારા શનિવારે શ્રી બહુચરાજી માતાજીના નવરંગા માંડવાનું આયોજન
ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે બે અલગ અલગ બેચમાં અમેરિકા પહોંચશે. પ્રથમ બેચ 21-22 મેના રોજ ન્યૂયોર્ક જવા રવાના થશે, જ્યારે આગામી ટીમ આઇપીએલની ફાઇનલ બાદ 27-28 મેના રોજ ભારતથી રવાના થશે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપના ગ્રુપ એ માં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં પાકિસ્તાન ઉપરાંત આયર્લેન્ડ, કેનેડા અને યજમાન યુએસએ. 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે.
સૌના સાથ સહકાર અને સંમતિથી નાફેડના ડિરેકટરની ચૂંટણી બિન હરીફ થઇ : મોહન કુંડારીયા
પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વોર્મઅપ મેચો નહીં રમે
પાકિસ્તાનની વાત કરીએ તો બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમ કોઈ વોર્મઅપ મેચ રમવાની નથી. તેવી જ રીતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ કોઈ વોર્મઅપ મેચ રમશે નહીં. આનું કારણ ટૂર્નામેન્ટ પહેલા જ બંને ટીમો વચ્ચે 4 ટી20 મેચોની સીરીઝ છે. જેની શરૂઆત 22 મેથી થશે અને છેલ્લી મેચ 30 મેના રોજ થશે. આ સાથે જ ન્યુઝીલેન્ડ કોઈ વોર્મઅપ મેચ નહીં રમે કારણ કે તેના તમામ ખેલાડીઓ એક સાથે ત્રિનિદાદ-ટોબેગો પહોંચી શકશે નહીં, તેથી બોર્ડે માત્ર પ્રેક્ટિસ સેશન પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે.