શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, વિક્રમભાઈ પુજારા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, પૂષ્કરભાઈ પટેલ, કિરણબેન માંકડિયા સહિતના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રહ્યાં ઉપસ્થિત
પ્રદેશ ભાજપની યોજના અનુસાર તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ લોકસભા સીટમાં આવતી દરેક વિધાનસભા વાઈઝ “મતદાતા અભિવાદન કાર્યક્રમ” ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ચૂંટણીમાં જીત બાદ પ્રબુધ્ધ નાગરિકો, ધાર્મિક સાધુ સંતો તેમજ સામાજીક આગેવાનો સહિત વિધાનસભામાં આવતાં પેજ સમિતિ, બુથ સમિતિ, વોર્ડ સમિતિના સભ્યોનું મતદાતા અભિવાદન કાર્યક્રમ રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના અધ્યક્ષ સ્થાને અને સાંસદ પરશોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં વિધાનસભા-૬૯ માં ભાટીયા બોર્ડીંગ, રેલ્વે સ્ટેશન સામે, જંકશન રોડ, રાજકોટ ખાતે મતદાતા અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ ચૂંટણીની જીત માટે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ૬૯માં આવતા તમામ શ્રેણીના કાર્યકર્તાઓના સંગઠનલક્ષી અભિગમથી ચુંટણી જીતાડવા બદલ સૌ કોઈનો આભાર માન્યો હતો. આ તકે રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાર્થક કરવાં અને રાજકોટનો વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત કામ કરી રહ્યા છે. આ તકે વિવિધ સમાજ, પ્રબુધ્ધ નાગરિકો તેમજ વિધાનસભામાં આવતાં આગેવાનો તમામ કાર્યકતાઓને અભિનંદન પાઠવ્યા હતા. વિધાનસભા ૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ તેમના વકતવ્યમાં તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, વિક્રમભાઈ પુજારા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, પૂષ્કરભાઈ પટેલ સહિતના બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.