આરોગ્ય વિભાગના ડો.ચુનારાનું રાજીનામુ મંજુર : ટીપી શાખાના નિતીન રામાવત અને વોર્ડ એન્જિનિયર ચેતન પટેલના મનપાને રામરામ : વધુ બે પૂર્વ એટીપી નોકરી છોડવાના મુડમાં !?
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાની મોટાભાગના વિભાગો અધિકારીઓ વીના સુમસામ ભાસી રહયા છે. ત્યારે ૨૦ દિ’ પહેલા જ બદલીથી નિયુકત ઇજનેર આર.જી. પટેલે પણ રાજીનામુ આપી દીધું છે. અગાઉ રાજકોટ ખાતે ટી.પી. શાખામાં પોસ્ટીંગ માટે ગાંધીનગર સુધી જોર લગાવવામાં આવતું હતું પણ હવે જાણે ટીપી વિભાગની દ્રાક્ષ ખાટી થઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડ બાદ કોર્પોરેશનના અનેક અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે અને હાલ તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે. આ ઘટના બાદ કોઈપણ વ્યકિત હવે કોર્પોરેશનમાં નોકરી કરવા માટે રાજી ના હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના ચાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ રાજીનામા આપી દીધા બાદ વધુ બે કર્મચારીએ નોકરી છોડવા માટે મંજૂરી માંગી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટીપી બ્રાન્ચમાં નવસર્જન કરવામાં આવ્યું છે તમામ સ્ટાફનું બદલી કરી અન્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓને ટીપી શાખાની જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં બાંધકામ શાખામાંથી બદલી કરી એટીપી તરીકે મુકાયેલા આર.જી. પટેલ ટીપી શાખામાં નોકરી નથી કરવી એવું જણાવી રાજીનામું આપી દીધું હતું. જે હજી મંજૂર કરવામાં આવ્યું નથી. જ્યારે આરોગ્ય શાખાના અધિકારી ડો.ચુનારાનું રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્પેશિયલ સીટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાએ પણ રાજીનામુ ધરી દીધું છે. આ ઉપરાંત ભૂપેશ રાઠોડે પણ રાજીનામું મૂકી દીધું છે. સ્ટેશન ફાયર ઓફિસર હાર્દિક ગઢવીએ પણ રાજીનામું આપી દીધું છે. જે પૈકી માત્ર ડો.ચુનારાનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તાજેતરમાં ટીપી શાખામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિતીન રામાવત તથા વોર્ડ નં.૩ના વોર્ડે એન્જિનિયર ચેતન ભટ્ટે પણ રાજીનામું મુકી દીધું હોવાનું જાણવા મળે રહ્યું છે. કામોનુ ભારણ અને મોટી જવાબદારી ફિકસ થતી હોવાના કારણે કોર્પોરેશન કર્મચારીઓ અને અધિકારીઓ હવે રાજીનામાં આપી રહ્યા છે. આગામી દિવસોમાં હજી કેટલાક રાજીનામા પડે તેવું લાગી રહ્યું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog