September 20, 2024 9:03 pm

રાજકોટ અગ્નિકાંડમાં સાગઠિયા જ ‘ગુનેગાર’, IAS-IPSને ક્લિનચીટ!

અગ્નિકાંડની તપાસનું કોકડું વાળી દેવાયું?! ભારત હેડલાઈન, તા.૮ રાજકોટમાં ૨૭ લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ-ત્રણ તપાસ સમીતીઓનું ગઠન કરવામાં આવ્યું હોવા છતાં ઉચ્ચ અધિકારીઓને કોઈ આંચ આવી નથી અને કોઈનો વાળ પણ વાંકો થવાનો ન હોય તેવા સંકેત છે. રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ સુધી જ તપાસ કેન્દ્રીત કરીને બાકીના આઈએએસ- આઈપીએસ જેવા સીનીયર અધિકારીઓને કલીનચીટ આપી દેવાનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાના નિર્દેશ છે.

રાજકોટના અગ્નિકાંડની તપાસ માટે સરકાર દ્વારા ત્રણ કમીટીઓ રચવામાં આવી હતી. એક હવે હાઈકોર્ટ કોઈ આદેશ ન આપે તો માત્ર સાગઠિયા, ફાયર ઓફિસર સહિતના અત્યાર સુધીમાં પકડાયેલાં અધિકારીઓમાં જ તપાસ પૂરી થઈ જવાના સંકેત લોકલ સીટ, બીજી ગાંધીનગરથી રચાયેલી સીટ અને ત્રીજી સત્યશોધક સમીતી એમ ત્રણેય કમીટીઓએ સરકારને તપાસ રિપોર્ટ સોંપી દીધા છે. એમ કહેવાય છે કે ત્રણમાંથી એકપણ કમીટીએ દુર્ઘટના પાછળ ઉચ્ચ અધિકારીઓની જવાબદારી બનતી હોવાનું કે તેઓ દોષીત સાબીત થતા હોવાનું તારણ દર્શાવ્યું નથી તેના આધારે આઈએએસ-આઈપીએસ જેવા સીનીયર અમલદારોને કલીનચીટ આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા જો કે એક પણ કમીટીનો સતાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી અને માત્ર અદાલતમાં જ સોંપવામાં આવ્યો છે.

હવે રિપોર્ટના આધારે હાઈકોર્ટ સરકારના કે ઉચ્ચ અધિકારીઓના કાન ખેંચે તો અલગ વાત છે અન્યથા સમગ્ર અગ્નિકાંડની તપાસ રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને અત્યાર સુધીમાં પકડાયેલા અધિકારીઓ સુધીમાં જ પૂર્ણ કરી લેવામાં આવશે. રાજકોટના અગ્નિકાંડને  મહિના જેવો સમય વીતી ગયો છે. સરકાર અને સરકાર નિયુક્ત કમીટીઓના વડાઓ દ્વારા એકથી વધુ વખત એમ કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટનામાં દોપિત કોઈને પણ છોડવામાં નહીં આવે.

તપાસ સમીતીઓને દુર્ઘટનામાં કોની જવાબદારી બનતી હોવાનું દર્શાવવા કહેવામાં આવ્યું હતું. તપાસ સમીતીઓ દ્વારા મ્યુ.કોર્પોરેશન, ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી ફિકસ થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું અને તેના આધારે જુદા જુદા વિભાગોના એક ડઝનથી વધુ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હવે તપાસ સીનીયર અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી નથી અને અત્યારના તબકકે જ તપાસનો સંકેલો થઈ ગયો હોવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકારના ટોચલેવલના સૂત્રોએ નામ નહી દેવાની શરતે એમ જણાવ્યું હતું કે તપાસ સમીતીના રિપોર્ટમાં મોટાભાગે આઈએએસ-આઈપીએસ જેવા અધિકારીઓને દોષિત ગણાવવામાં આવ્યા નથી. હાઈકોર્ટ કેસની સુનાવણી દરમ્યાન કોઈ આકરી સૂચના આપે તો ખાતાકીય તપાસનો આદેશ થઈ શકે છે અન્યથા તપાસ વર્તમાન તબકકે જ પૂર્ણ ગણી લેવામાં આવશે. અત્રે ઉઠોખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડની તપાસના રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટને સોંપી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટે સુઓમોટો સર્જી લઈને આ દુર્ઘટનાનો કેસ કર્યો છે. રિપોર્ટ આવી જવાને પગલે આ કેસની સુનાવણી આગામી ૨૫મી જુલાઈના રોજ રાખવામાં આવી છે. એમ.ડી.સાગઠીયાના ભાઈને સીટીપીઓ કચેરીમાંથી ગાંધીનગરની હટાવતી સરકાર ભારત હેડલાઈન, તLe રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાના કરતૂતો હવે તેમના અધિકારી ભાઈને પણ બચાવી શકે તેમ નથી. સરકારે મોડે મોડે શંકાના દાયરામાં રાખીને કેડી સાગઠીયાને ચીફ ટાઉન પ્લાનિંગ કચેરીમાંથી દુર કર્યા છે. મનસુખ સાગઠીયા સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે. રાજકોટના મહાભ્રષ્ટ અધિકારી અને પૂર્વ ટીપીઓ એમ. ડી. સાગઠીયાએ કાળી કમાણી કરીને કરોડો રૂપિયાની મિલકતો વસાવી છે. તેમને સીટીપી ઓફિસમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા તેમના ભાઈ કેડી સાગઠીયાનો કઈ કઈ ફાઈલમાં ઉપયોગ કર્યો છે તેની તપાસ થઈ શકે છે. હાલ તો કેડી સાગઠીયાને સીટીપી માંથી ઉઠાવીને જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે અને તેમનો હવાલો બીજા અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. મનસુખ સાગઠીયાના ભાઈ કેડી સાગઠીયા ગાંધીનગરની ચીક ટાઉન પ્લાનિંગની કચેરીમાં લાંબા સમયથી ફરજ બજાવે છે. તેમને સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારનો હવાલો સોંપ્યો હતો. મનસુખ સાગઠીયાની તપાસનો રેલો હવે તેમના ભાઈ સુધી પહોંચી રહ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ તેમની અને તેમની મિલકતોની તપાસ કરી શકે છે. બીજીતરફ સરકાર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના ઓર્ડર પણ કરી શકે છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE