અમરેલી. બ્રેકીંગ ન્યૂઝ
ભારત હેડલાઇન
ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
ચલાલામાં ઈંટોના ભઠ્ઠાની અવાવરું ઓરડીમાં ઘુસી ગયેલ દીપડા ને ડ્રોન કેમેરાની મદદથી દિલધડક ઓપરેશન કરી પાંજરે પુર્યો. ઘટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગની ટીમચલાલા ખાતે દોડી ગઈ હતી
ઘટનાની ગંભીરતા દાખવી ગીર પૂર્વ DCF રાજદીપસિંહ ઝાલા રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા
દીપડો નાસી ન જાય તે માટે તેનું લોકેશન લેવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાય. આસપાસના વિસ્તારમાં દીપડો આવ્યાના સમાચાર પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા. વનવિભાગના કર્મચારીઓ દ્વારા દીપડાના લોકેશનને ચારે તરફથી કોર્ડન કરી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું. આર.એફ.ઓ.ફોરેસ્ટ ટીમ ટ્રેકરો એનિમલ ડોકટર DCF સહિત રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. દીપડાને ટ્રાન્કયુલાઈઝ કરી દીપડાને બે ભાન હાલતમાં કરી વનવિભાગે દબોસી લીધો અને પાંજરે પુરી દીધો. મોડી રાતે રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને પાંજરે પુરવામાં વનવિભાગની ટીમને સફળતા મળી દીપડો પાંજરે પુરાય જતા સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. દીપડાને પાંજરે પુરી દીધા બાદ તેમની હેલ્થની ચકાસણી માટે એનિમલ કેર સેન્ટરમાં મોડી રાતે ખસેડવામાં આવ્યો
રિપોર્ટરે. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog