રાજકોટની ઝનાના હોસ્પિટલ સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કીંગમાં રહી મોખરે
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના ભાગરૂપે સ્વછતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની તમામ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ જોડાયેલ હતી. આ સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધા અંગેના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઝનાના હોસ્પિટલ અને આઈકર ભવન મોખરે રહ્યા છે. આ સર્વેક્ષણમાં રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ સંલગ્ન MCH વિંગ ઝનાના હોસ્પિટલ, રાજકોટે મોખરે રહી છે. જેનુ પ્રમાણપત્ર કમિશ્નર, રાજકોટ મહાનગર પાલિકા તથા મેયર, રાજકોટ મહાનગરપાલીકાના હસ્તે અર્પણ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા સ્પર્ધામાં તબીબી અધિક્ષક, ડૉ. આર.એસ. ત્રિવેદી અને MCH વિંગ (જનાના હોસ્પિટલ)ના પ્રાધ્યાપક અને વિભાગના વડા, પીડીયાટ્રીક વિભાગ, ડૉ. પંકજ બુચ તથા પ્રાધ્યાપક અને વિભાગના વડા, ઓબ્સ એન્ડ ગાયનેક વિભાગ, ડૉ. કમલ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ અધીકારી કર્મચારીઓએ ઉત્સાહ પૂર્વક તથા ખંત પૂર્વક કામગીરી કરી હતી. તેમ તબીબી અધિક્ષક પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog