September 20, 2024 1:12 pm

સીરામીક ઉદ્યોગકારો અને ખાણ ખનીજ વિભાગ વચ્ચે મીટીંગ યોજાઈ,

ગઈકાલના રોજ થાનગઢ ખાતે

સીરામીક ઉદ્યોગકારો અને ખાણ ખનીજ વિભાગ વચ્ચે મીટીંગ યોજાઈ,

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ થાન આવવાની માહિતી મળતાં સીરામીક એસોસિએશનના બિલ્ડીંગ ખાતે ઉધોગપતિઓ મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા હતા,

થાનગઢની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થા પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મીટીંગમાં થાનગઢના સીરામીક ઉદ્યોગમાં વપરાતી થાન ફાયર કલે અને અન્ય મિનરલ્સનું રજીસ્ટ્રેશન કરાવવું કે નહીં એ વિષય ચર્ચાઓ ચાલી,

સિરામિક એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરાના માર્ગદર્શન નીચે, ટ્રસ્ટીઓ શાંતિલાલ પટેલ, કિરીટ મેજડિયા વગેરેએ સવાલો કર્યા,

આ સવાલોના જવાબ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ભૂસ્તર વિભાગના વડા બારોટસાહેબ

હાજર રહ્યા,

ઉદ્યોગપતિઓ દ્વારા જણાવવામાં આવેલ કે, અમારા ઉદ્યોગમાં સ્થાનિક માટીનો આશરે

20 % જ ઉપયોગ થાય છે, રજીસ્ટ્રેશન, લાઇસન્સ, ચોપડા વગેરેની કાર્યવાહીમાં અમારો ઘણો સમય વ્યય થશે, અમે અમારા ઉદ્યોગમાં ધ્યાન આપી શકીશું નહીં.

આ રજૂઆતોના જવાબ આપતા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જણાવવામાં આવેલ કે,

વિવિધ મિનરલના રજીસ્ટ્રેશન કરાવવાનો કાયદો ઘણા વર્ષોથી અમલમાં આવ્યો છે, તેમ છતાં ઉદ્યોગપતિઓ સાથે અમે કુણું વલન રાખ્યું છે, આ કાયદાની પાછળ સરકારશ્રીને આવક મેળવવાનો કોઈ હેતુ નથી,

માત્ર 1000 રૂપિયામાં 10 વર્ષનું રજીસ્ટ્રેશન થશે,

અમે કોઈ ડંડો ઉગામવા માંગતા નથી પણ આ રજીસ્ટ્રેશન ભવિષ્યમાં તમને જ સ્ટોક મેન્ટેન રાખવામાં ઉપયોગી થશે,

કોઈ કારણસર ફેક્ટરીમાં અકસ્માત થાય તો તમે મોટી કાયદાકીય કાર્યવાહીથી બચી જશો,

આ રીતે રજિસ્ટ્રેશનના ઘણા ફાયદાઓ પણ છે અને આ રજીસ્ટ્રેશન ઓનલાઈન પોર્ટલ ઉપર માત્ર 30 મિનિટમાં થઈ જાય છે.

ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ મયુરભાઈ સોમપુરા, તાલુકા પંચાયત આગેવાન કાનભા ભગત, જાણીતા ઉદ્યોગપતિ કાળુભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચનો થયા,

કાર્યક્રમમાં થાનગઢના અગ્રગણ્ય વ્યક્તિઓ નીતિનભાઈ શાહ, સંજય અગ્રવાલ, મુકેશ પટેલ ઉપસ્થિત હતા,

આયોજનને સફળતા અપાવવા માટે

વિપુલ ત્રિવેદી, સંજયભાઈ ધરોડીયા, જયેશભાઇ દોશી સહિતભૂ સ્તર કચેરીનો સ્ટાફ સક્રિય હતો.

ભરત દવે ભાસ્કર ન્યૂઝ થાન

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE