રાજુલામાં મોટા આગરીયા જકાત નાકા પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવક ઘાયલ
જાફરાબાદમા રહેતો એક યુવક બાઇક પર પોતાના મિત્રની સાથે રાજુલાથી આગરીયા ગામ તરફ જઇ રહ્યાં હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત સર્જતા બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
ગંગાબેન દેગણભાઇ ગુજરીયાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેનો દીકરો આણંદભાઇ તેના મિત્ર કૈલાસભાઇ ધીરૂભાઇ શિયાળ સાથે રાજુલાથી આગરીયા ગામે મોટર સાયકલ નંબર જી.જે. 18 સી.આર 7502 લઇને રાત્રીના પોણા અગિયારેક વાગ્યે જઇ રહ્યાં હતા. તેઓ આગરીયા જકાતનાકા પાસે ઘાણો નદીના પુલ નજીક પહોંચ્યા ત્યારે ટ્રક નંબર જીજે 12 એ.ટી 5539ના ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતમા બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકીને નાસી છુટયો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.પી.ગાજીપરા ચલાવી રહ્યાં છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.