હોટલ બુકીંગના બહાને ક્રેડિટ કાર્ડથી ફ્રોડ થયેલ રૂ.૧૯૨૧૯૭/- રકમ અરજદારને પરત અપાવી
- બ્લુડાર્ટ કુરિયરના બહાને ફ્રોડ થયેલ રકમ અરજદારને પરત અપાવી
- અરજદારને નાણાકીય ફ્રોડમાં ગુમાવેલ રૂ.38687/- રકમ પરત અપાવી
- ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયેલ હોવાના બહાને ફ્રોડ કોલ કરી, ખોટી ઓળખ આપી, જેનાથી બચવા રૂ.૧૧,૨૭,૩૮૧/- પડાવી લીધેલ રકમ પૈકી રૂ.૪,૯૯,૫૦૦/- અરજદારને પરત અપાવી
- વાહન પરીવહનનો ફેક મેમો મોકલી એપીકે ફાઈલ દ્રારા ફોનનો એકસેસ મેળવી અરજદાર સાથે ફ્રોડ કરેલ
રકમ પરત અપાવી - ડ્રીમ ઇલેવનમાં જીતેલી રકમ ઉપાડવાના બહાના હેઠળ ફ્રોડમાં ગયેલ સપુર્ણ રકમ ૪,૦૦,૦૦૦/- અરજદારને પરત અપાવી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રીજેશકુમાર ઝા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ સાહેબનાઓએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં રહેતા નાગરીકો કે જેઓ સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા કરવામાં આવેલ ફરીયાદની ઉંડાણ પુર્વક તપાસ કરી તેઓને સંપુર્ણ રકમ પરત અપાવવા માટે સુચનાઓ આપેલ જે અન્વયે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયા તથા પોલીસ ઇન્સપેકટર એમ.એ.ઝણકાંત, પો.ઇન્સ. આર.જી. પઢિયાર તથા પો.ઇન્સ. કે.જે.મકવાણા નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ સતત પ્રયત્નશીલ હોય જે અન્વયે અરજદાર જૂહિ દિનેશભાઇ ભોંસલે ઉ.વ.૨૭ મુંબઇ વાળીને રાજકોટ ખાતે હોટલ બુકીંગના બહાને ક્રેડિટ કાર્ડ માંથી રૂ.૧૯૨૧૯૭/- ફ્રોડથી ટ્રાંસફર કરી નાખેલ જેથી અરજદારએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરને અરજી આપતા ટેકનીકલ એનાલીસીસ અને ગહન તપાસના અંતે સુઝબુઝથી અરજદારની ફ્રોડ થયેલ પુરેપુરી રકમ રૂ.૧૯૨૧૯૭/- પરત અપાવેલ છે.
અરજદાર રાજુભાઇ દામજીભાઇ ભંડેરી ઉ.વ.૪૦ વ્યવસાય ખાનગી નોકરી રહે. પ્રણામ સરદાર પટેલ પાર્ક શેરીનં.૦૨ જે.કે.હોલ ની પાછળ ૧૫૦ ફુટ રીગ રોડ રાજકોટ વાળાઓનું પાર્સલ આવેલ ન હોય બ્લુડાર્ટ કુરિયરના નંબર ગુગલ સર્ચ કરી સંપર્ક કરતા સામેવાળાએ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂ.૧૨૨૫૯૯/- ફ્રોડથી ટ્રાંસફર કરી નાખેલ જેથી અરજદારએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરને અરજી આપતા ટેકનીકલ એનાલીસીસ અને ગહન તપાસના અંતે સુઝબુઝથી અરજદારશ્રીની ફ્રોડ થયેલ રકમ માંથી રૂ.૪૩૦૦૦/- પરત અપાવેલ છે.
અરજદારને કોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોડાફોન નંબર એક્સપાયર થઇ જશે. તેમ મેસેજ આવેલ બાદ અરજદારના તેમના મોબાઇલ નંબર પર આવતા કોલ અન્ય મોબાઇલ પર ફોરવર્ડ થતા હતા તે સમય દરમ્યાન અરજદારના મોબાઇલ પર બેંક માથી ટ્રાન્જેકશન થયાના ઓટીપી આવેલ જે ટ્રાન્જેક્શન તેઓએ કરેલ ન હતા બાદ તેઓના એસબીઆઇ અને એક્સીજ બેંક એકાઉન્ટ માથી અલગ અલગ કુલ રૂ.૯૬,૦૦૦ /- ઉપડી ગયાના મેસેજ તેમના મોબાઇલ પર આવેલ હોય જેથી તેઓ તુરતજ બન્ને બેંક મા જઇ ને બેંક ખાતા બંધ કર્યા બાદ તેઓની સાથે ફ્રોડ થયાની જાણ થતા તેઓએ સાયબર ક્રાઇમ નાણાકીય છેતરપીંડી સંબંધે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને આશ્વત પોર્ટલ પર અરજી આપતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા અરજદારના ગયેલ નાણા પૈકી સામાવાળાના બેંક એકાઉન્ટસ સીઝ કરી દેતા તે નાણા સામાવાળાના બેંક એકાઉન્ટમા બ્લોક થઇ જતા અરજદારને કોર્ટમા અરજી કરાવી અને કોર્ટ હુકમ દ્વારા અરજદાર સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા ટોટલ નાણા સામેવાળાના બેંક એકાઉન્ટ માથી અરજદારના બેંક એકાઉન્ટ્સા રૂ. 38,687/-
પો. ઇન્સ. કે.જે.મકવાણા, પો.હેડ.કોન્સ. હરીભાઇ સોંદરવા, પોલીસ કોન્સ. અલ્પાબેન ડાંગરએ પરત અપાવેલ છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog