બે દિવસીય કેમ્પમાં પૂ.ગો.વ્રજરાજકુમાર મહોદય બાળકોને આશિષ સાથે ભેટ પણ આપ
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 21મી વર્ષગાંઠને અનુલક્ષી ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે નિ:શુલ્ક બે દિવસીય મેગા ચેકઅપ અને અવેરનેસ કેમ્પ આગામી 29 અને 30 જૂનના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, આલાપ ગ્રીન સિટી સામે, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે.
વીવાયઓ સંસ્થાના સંસ્થાપક વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી જેડીએફના બાળકો અને તેમના વાલીઓને મંગલ આશિષ પાઠવશે. આ કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને મીસ ગ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ, ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા સખુજા પણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારશે. સેવા સમર્પણની ભાવના સાથે ચાલતી આ સંસ્થામાં ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોની સંખ્યા 2 હજાર છે. 20 વર્ષથી બાળકો માટે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહી છે. જેની કુલ સંખ્યા 74 છે. ડો. નિલેશ દેત્રોજા, ડો. પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. કૌશલ શેઠ, ડો. તપન પારેખ, ડો. ચેતન દવે, ડો. ઝલક શાહ ઉપાધ્યાય નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે. અપુલ દોશી, અનિશ શાહ, રોહિત કાનાબાર, હરીકૃષ્ણ પંડયા, અમીત દોશી, અજય લાખાણી, મિતેષ ગણાત્રા ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મોલેશભાઇ ઉકાણી, બાન લેબ્સ, વીવાયઓ, કમલનયનભાઈ સોજીત્રા ફાલ્કન પમ્પસ પ્રા.લિ., ડોનર, પ્રભુદાસભાઈ પારેખ, શિલ્પા જવેલર્સ, ડોનર, જગતસિંહ જાડેજા, ઇસુઝુ મોટર્સ, ડોનર, પુરષોત્તમભાઈ પીપળીયા, સીઈઓ આરસીસી બેંક – રાજકોટ, શંભુભાઈ પરસાણા, પ્રશાંત કાસ્ટીંગ પ્રા.લિ., ડોનર, ધીરુભાઈ સુવાગીચા, ફાલ્કન પમ્પસ પ્રા.લિ. , ડોનર, હરીશભાઈ લાખાણી, અગ્રણી બિલ્ડર્સ ડીએલએફ ગ્રુપ, ડોનર, પરેશભાઇ રૂપારેલીયા, લેન્ડ ડેવલપર્સ, ડોનર, પૃથ્વીરાજસિંહ જાડેજા, મદદનીશ ચેરિટી કમિશનર, મનેશભાઇ માડેકા ચેરમેન-રોલેક્ષ રીગ્સ લિમીટેડ, ડોનર, જગદીશભાઈ કોટડીયા, ફાલ્કન પમ્પસ પ્રા.લિ. , ડોનર, વીવાયઓ, રાજુભાઈ પોબારુ, પ્રમુખ-રઘુવંશી સમાજ, બિલ્ડર, ડોનર, પુનિતભાઈ ચોવટીયા, ચેરમેન – યુનિટી સિમેન્ટ પ્રા.લિ., વીવાયઓ, કિશોરભાઈ ત્રિવેદી સિનીયર આર્કિટેક, ડોનર, પ્રમુખ – ચાટર્ડ એકાઉન્ટન્ટ, ડો. જીતેન્દ્ર અમલાણી સિનીયર યુરોલોજિસ્ટ, ડાયરેકટર માર્કેટીંગ યુનિટી સિમેન્ટ, વીવાયઓ, મિતુલભાઈ મહેતા સંજયભાઈ ચંડીભમ્મર, બિલ્ડર, હોટલ ફર્ન, મહેન્દ્રભાઇ રાધનપુરા, કે ડી જવેલર્સ, વિપુલભાઈ બાર, હાડવેર ખઝાના, હેમંતભાઈ પટેલ, બિલ્ડર્સ, વીવાયઓ, અશોકભાઈ મીસ્ત્રી, સિનીયર આર્કિટેક, જયદીપભાઇ વાધર, રોટરી કલબ ઓફ ગ્રેટર, મિત્તલભાઈ ખેતાણી, એનિમલ હેલ્પલાઈન, ડો. સચિન સિંઘ, ડિરેકટર – એઇમ્સ, ભારતીબેન નાયક, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, રવિશકુમાર ઉપસ્થિત રહેશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD