આજકાલ પણ લોકો ઘરમાં કૂતરા પાળે છે જેથી તેઓ પોતાના ઘરને ચોરોથી બચાવી શકે. ભારતીય સંસ્કૃતિમાં શ્વાનનું મહત્વ પહેલેથી જ ચાલ્યું આવે છે. હિન્દુ ધર્મમાં કૂતરાને યમનો દૂત કહેવામાં આવે છે. શ્વાનને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે. શ્વાનને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક પ્રકારની આકસ્મિક મુશ્કેલીઓથી રક્ષણ કરે છે.
એવું માનવામાં આવે છે કે શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને,બીમાર પડીને, ઉમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિ:સહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સદભાવના શ્વાન આશ્રમની શરૂઆત કરવામાં આવી છે. અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસ વાળા, કમર ભાંગેલા, ફ્રેકચરવાળા, અંઘ, અપંગ શ્વાનોને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર, સુવીધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર, વેકસીનેશન, ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે.
પ્રથમ તબક્કે 1000 શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા 10, ઉંમરવાળા 10, અનાથ 21, પેરેલિસીસવાળા 64, અન્ય 30 એમ 135 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ,ખંઢેરિ સ્ટેડિયમની સામે, ગારર્ડી કોલેજની બાજુમાં,રાજકોટ ( મો. 74859 22224 )નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD