હજ દરમિયાન માર્ગમાં ઘણી જગ્યાએ લોકો રસ્તાના કિનારે બેભાન અવસ્થામાં પડ્યા હતા. નજરેજોનારના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ સતત રસ્તા પર આવતી-જતી જોવા મળી રહી હતી. સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ૧૧૫૦ હજયાત્રીઓનાં મોત થયાં છે. આમાં સૌથી વધુ ૬૫૮ ઈજિપ્તના છે. તે પછી ઈન્ડોનેશિયાના ૧૯૯ અને ભારતમાંથી ૯૮ છે. જોર્ડનના ૭૫, ટ્યુનિશિયાના ૪૯, પાકિસ્તાનના ૩૫ અને ઈરાનના ૧૧ હજયાત્રીઓનાં મોત થયાના અહેવાલ છે.
સાઉદી અરેબિયાએ હજુ સુધી તેના નાગરિકોનો કુલ મૃત્યુઆંક જાહેર કર્યો નથી, તેથી મૃત્યુઆંક હજી વધવાની આશંકા છે. માર્યા ગયેલા ૬૫૮ ઇજિપ્તના હજયાત્રીઓમાંથી ૬૩૦ વિઝા વિના હજ માટે ગયા હતા. આ ભયંકર સમસ્યાનો સામનો કરવા માટે, ઇજિસે એક કાઈસિસ સેન્ટર બનાવ્યું છે.
વર્ષે મોટી સંખ્યામાં હજયાત્રીઓનાં મોત પાછળનું મુખ્ય કારણ ભીષણ ગરમી છે. મક્કામાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી ૫૦ ડિગ્રી સુધી પહોંચી જતાં અનેક હજયાત્રિકો હીટવેવને કારણે મૃત્યુ પામ્યા હતા. સાઉદી સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨, ૭૦૦થી વધુ હજયાત્રીઓ હીટ સ્ટ્રોકનો ભૌગ બન્યા છે. હજયાત્રીઓ હજ પર જવા માટે ટૂર ઓપરેટરોની મદદ પણ લે છે. આ માટે, ઓપરેટરો પેકેજને લઈને રહેવા, ખાવા-પીવા અને પરિવહન જેવી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપે છે.જો કે, ઇજિપ્તના સાંસદ મહમૂદ કાસિમે ટૂર ઓપરેટરો પર હજયાત્રીઓને છેતરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઘણા હજયાત્રીઓને ટૂર ઓપરેટરો દ્વારા યોગ્ય સુવિધા આપવામાં આવી ન હતી, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
ઇજિમે હજયાત્રીઓને છેતરતી ટૂર ઓપરેટર કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પીએમ મુસ્તહાએ ૧૬ કંપનીઓનાં લાઈસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ કંપનીઓ સામે કાર્યવાહી કરવા અને દંડ વસૂલવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. દંડમાંથી જપ્ત કરાયેલી રકમ હજયાત્રા દરમિયાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોમાં વહેંચવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ, મોટી સંખ્યામાં મૃત્યુના કારણે, ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિએ ધાર્મિક બાબતોના પ્રધાનને બરતરફ કરી દીધા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD