ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી અંતર્ગત ઝાલોદ વિધાનસભા નો તાલુકા નો કક્ષાનો પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવનું આયોજન *પીએમશ્રી મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ રમત સંકુલ, કારઠ, ગોવિંદ ગુરુ લીમડી* ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઝાલોદ વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી *મહેશભાઈ ભુરીયા*, ગોવિંદ ગુરુ લીમડીના મામલતદારશ્રી ડિંડોડ સાહેબ, ઝાલોદના મામલતદારશ્રી પરમાર સાહેબ, પૂર્વ ભાજપા પ્રમુખશ્રી ડામોર મુકેશભાઈ, ઝાલોદ તાલુકા શિક્ષણ અધિકારીશ્રી રોશનીબેન પલાશ, દાહોદ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રી, તેમજ વિવિધ ગામોના સરપંચશ્રીઓ, અધિકારી સાહેબ શ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ રમતોત્સવમાં આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ગ્રામીણ જીવનશૈલીને ઉજાગર કરતી વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતગમતના માધ્યમથી યુવાનોમાં એકતા, ભાઈચારો, ટીમભાવના અને ખેલદિલીની ભાવના વિકસે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, અધિકાર, અસ્મિતા અને સ્વાભિમાન માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના વિચારો અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ પણ આ ઉજવણીના માધ્યમથી આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા સાથે યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહન મળે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.











