ગુજરાત પ્રવાસન ક્ષેત્રે નવતર પહેલ: SOU ખાતે અત્યાધુનિક ‘AC વિસ્ટા ડોમ કોચ’ બસ સેવાનો પ્રારંભ

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્ય તથા ઐતિહાસિક વારસાનો અદભુત અનુભવ કરાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની ૫ ‘એસી વિસ્ટા ડોમ કોચ’ બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતેથી આ પ્રથમ વિસ્ટા ડોમ બસનું લોકાર્પણ કરીને સફર માણી હતી.

મુખ્ય પાસાં અને વિગતવાર અહેવાલ:

  • પારદર્શક સ્કાઈ-વ્યૂ રૂફ અને આધુનિક સુવિધાઓ:

    • આ બસમાં પારદર્શક ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન આપવામાં આવી છે, જેથી પ્રવાસીઓ એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના પ્રાકૃતિક નજારાઓનો આનંદ માણી શકશે.

    • બસમાં ૨૩ રિવોલ્વિંગ અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ (તથા ૧ ડ્રાઇવર સીટ) ઉપલબ્ધ છે.

    • આ ઉપરાંત પ્રીમિયમ LED સ્માર્ટ TV, CCTV કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ જેવી સુવિધાઓ તેમજ અત્યાધુનિક ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ જેવી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.

  • કિંમત અને તબક્કાવાર લોકાર્પણ:

    • એક એસી વિસ્ટા ડોમ કોચ બસની કિંમત રૂ. ૨.૧૯ કરોડ છે.

    • કુલ પ નીર્મિત બસોમાંથી હાલ ૨ બસોનું લોકાર્પણ કરાયું છે, જ્યારે બાકીની ૩ બસોનું લોકાર્પણ આગામી બે માસમાં કરવામાં આવશે.

  • ગુજરાતના પ્રવાસન સ્થળોનું આકર્ષક ગ્રાફિક્સ:

    • બસની બાહ્ય બોડી પર સોમનાથ, દ્વારકા, અક્ષરધામ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડો રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસ જેવા સ્થળોના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે.

    • આગામી સમયમાં આ બસ સેવા રાજ્યના અન્ય પ્રવાસન અને હેરિટેજ રૂટ્સ પર પણ શરૂ કરાશે. મુસાફરો GSRTC ની સત્તાવાર વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE