બોટાદ/બરવાળા, તા. ૧ નવેમ્બર, ૨૦૨૬: શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી ઉત્કૃષ્ટ અને નિઃસ્વાર્થ યોગદાન આપનાર બોટાદના જાણીતા શિક્ષક, શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક તથા નેશનલ એવોર્ડ વિજેતા શ્રી પ્રવીણભાઈ ખાચરને ‘TV13’ ચેનલ દ્વારા આયોજિત ભવ્ય ‘મહા સન્માન પુરસ્કાર’ સમારોહમાં ‘શિક્ષણ અવૉર્ડ’ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. બરવાળા સ્થિત લોર્ડ એસ.કે.ડી. રિસોર્ટ ખાતે યોજાયેલા આ જાજરમાન કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવાઓ આપનાર કુલ ૧૦ પ્રતિભાશાળી સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરાયું હતું.
મુખ્ય પાસાં અને વિશેષ ઉપસ્થિતિ:
-
દિગ્ગજ મહાનુભાવોની ઉપસ્થિતિ:
-
આ ગૌરવશાળી સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
-
સાથે જ, વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી પ.પૂ. વિવેકસાગર સ્વામીજીની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
-
-
અન્ય પ્રમુખ મહાનુભાવોની હાજરી:
-
કાર્યક્રમમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલબેન માથોલિયા, નાયબ પોલીસ અધિક્ષક સૈયદ સાહેબ, બરવાળાના પ્રાંત અધિકારી અને નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા ઉપસ્થિત રહ્યા હતા.
-
આ ઉપરાંત TV13 ના રાજાણી સાહેબ, ચીફ એડિટર ગઢવી સાહેબ, ગજેન્દ્રભાઈ ખાચર સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો, આમંત્રિત મહેમાનો અનેગરજનો હાજર રહ્યા હતા.
-
-
શિક્ષણ જગતમાં આનંદ અને ગૌરવની લાગણી:
-
મંત્રીશ્રીઓ અને સંતોના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થવાથી પ્રવીણભાઈ ખાચરની સેવાકીય પ્રવૃત્તિઓને નવી ઓળખ મળી છે.
-
આ સન્માનથી સમગ્ર બોટાદ જિલ્લામાં આનંદની લહેર પ્રસરી ગઈ છે અને તે વિદ્યાર્થીઓના ઘડતર સાથે જોડાયેલા અન્ય શિક્ષણપ્રેમીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.
-











