લોકસેવા માટે હંમેશા તત્પર રહેતા જન પ્રતિનિધિ મૂંગા પક્ષીની સેવા કરતા નજરે પડ્યા
રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન અને લોકસેવક રાજાભાઈ ચાવડા પોતાની જુદી – જુદી લોકસેવાના કારણે જાણીતા છે. તેઓની હોસ્પિટલને લગતી લોકસેવાને કારણે તેમને 108નું પણ ઉપનામ આપવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન રાજાભાઈ ચાવડા અલગ જ માટીના માણસ છે. જિલ્લાના કોઈપણ ગામના લોકોની સેવા માટે તેઓ હંમેશા તત્પર હોય છે. લોકસેવા માટે રાત – દિવસ કે સમય જોયા વગર તેઓ હંમેશા લોકોની સેવા માટે કાર્યરત હોય છે. તાજેતરમાં જ તેઓ લોકસેવા ઉપરાંત પશુ પક્ષીઓની સેવા કરતા પણ જોવા મળ્યા હતા. રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજાભાઈ ચાવડા આવા મૂંગા પશુ પક્ષીઓની દુઃખ દર્દ સમજી તેમની સેવા માટે પહોંચી ગયા હતા. શહેરના સર્કિટ હાઉસમાં તેઓ પક્ષીઓને ચણ નાખતા અને પાણીના કુંડામાં પાણી ભરી પક્ષીઓની તરસ છિપાવી હતી. આવા પ્રતિનિધિને સૌ કોઈએ નોંધ લીધી હતી અને તેમની સેવાને બિરદાવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD