જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુમ્મરના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગોમટા ખાતેથી પોલિયો રસીકરણનો પ્રારંભ
સમગ્ર રાજ્યને “પોલિયો મુકત” કરવાના હેતુસાથે રાજ્યભરમાં ૨૩ થી ૨૫ જૂન સુધી “પોલિયો રસીકરણ અભિયાન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુમ્મરના હસ્તે ગોંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોમટા ખાતેથી પોલિયો રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લીલાબેન ઠુમ્મરે ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવાની પ્રેરણા આપીને દેશ અને રાજ્યને “પોલિયો મુક્ત” બનાવવાનો સંદેશો આપ્યો હતો. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોમટાના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલીયાએ જણાવ્યું હતું કે, “પોલિયો રસીકરણ અભિયાન” હેઠળ કુલ 3 દિવસ કામગીરી અંતર્ગત પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો બુથ ઉપર પોલિયોની રસી આપવામાં આવશે. જ્યારે બાકીના બે દિવસ લોકોના ઘરે જઈને બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જેમાં ગોમટા પી.એચ.સી વિસ્તારના કુલ ૨૬૯૭ બાળકોનો સમાવેશ કરી લેવામાં આવશે. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ અંદીપરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો જી.પી. ગોયલ સહિત ગોમટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD