રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા ખાતે અખિલ ભારતીય કોળી સમાજ તેમજ સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ચિંતન શિબિર અને કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય કોળી સમાજ (ન્યૂ દિલ્હી)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ રાજપરા અને સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના મુખ્ય કન્વીનર અજમલજી ઠાકોરની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લા અને તાલુકાના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય પાસાં અને ચર્ચાના મુખ્ય મુદ્દાઓ:
-
સમાજના રક્ષણ અને ન્યાય અંગે ચર્ચા:
-
સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ પર થતા અન્યાય તથા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
-
સમાજના નિર્દોષ લોકો પર થયેલા ખોટા પોલીસ કેસો પરત ખેંચવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.
-
-
આર્થિક અને શૈક્ષણિક વિકાસ:
-
નિગમના માધ્યમથી સમાજના લોકોને આર્થિક રીતે પગભર કરવા સરળતાથી લોન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા અંગે ચર્ચા કરાઈ.
-
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દરેક જિલ્લા મથકે કોળી અને ઠાકોર સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
-
-
સામાજિક સુધારણા અને યુવા સશક્તિકરણ:
-
સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા સંપૂર્ણપણે દૂર કરવા જાગૃતિ ઝુંબેશ ચલાવવા પર સંમતિ સાધવામાં આવી.
-
યુવા વર્ગ શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધે અને પ્રગતિ કરે તે માટે માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડવા અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી.
-











