મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડામાં વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામના આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે વાતચીત કરી, તેમની સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ ગ્રામજનોને તેમની દીકરીઓને શિક્ષિત કરવા અને પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે સમગ્ર ગામને સોલાર બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગ્રામજનોને નવા ટ્યુબવેલની ભેટ આપી હતી.
Post Views: 72