વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર ચિંતાજનક રિપોર્ટ: ગુજરાતમાં ડિપ્રેશનના રોજના ૮૩૯ દર્દીઓ, ૬ વર્ષમાં ૧૧૩%નો મોટો વધારો

ગુજરાતમાં ડિપ્રેશનના રોજ 839 દર્દી, 6 વર્ષમાં 113%નો વધારો, એક વર્ષમાં 15.43 લાખ કેસ

૧૦ ઓક્ટોબરના રોજ ઉજવાતા ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ ના અવસરે ગુજરાતમાં માનસિક આરોગ્ય સંબંધિત આંકડા અત્યંત ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. રાજ્યમાં આજના ભાગદોડભર્યા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં માનસિક સમસ્યા ધરાવતા દર્દીઓનો આંકડો ૮.૧૯ લાખ હતો, જે ૨૦૨૫-૨૬માં વધીને ૧૫.૪૩ લાખ થઈ ગયો છે, એટલે કે છેલ્લા ૬ વર્ષમાં કુલ કેસોમાં ૧૧૩ ટકાનો સીધો વધારો નોંધાયો છે.

મુખ્ય આંકડા અને વિવિધ માનસિક વિકારોનું ચિત્ર:

  • ડિપ્રેશન અને એન્કઝાઈટીના કેસો બમણા થયા:

    • ડિપ્રેશન (હતાશા): ૨૦૧૯-૨૦માં ૧.૪૪ લાખ કેસ હતા તે ૨૦૨૫-૨૬માં વધીને ૩.૦૯ લાખ થયા છે (રોજના સરેરાશ ૮૩૯ દર્દીઓ અને ૧૧૩% નો વધારો).

    • એન્કઝાઈટી (ચિંતા): ૬ વર્ષમાં ૧.૩૭ લાખથી વધીને ૨.૬૫ લાખ કેસ પહોંચ્યા છે, જે ૯૪% નો ઉછાળો દર્શાવે છે.

  • બાળકો અને યુવાનો પર ગંભીર અસર:

    • બાળપણના વિકારો: દર્દીઓનો આંકડો ૫૧,૫૦૦થી વધીને ૯૧,૯૧૬ થયો છે (૭૯% નો વધારો).

    • માદક પદાર્થોનું સેવન: માદક દ્રવ્યોથી થતા માનસિક વિકારોના કેસ ૭૬,૦૦૦થી વધીને ૧.૨૫ લાખ થયા છે (૯૫% નો વધારો).

  • વૃદ્ધાવસ્થા સંબંધિત કેસો: વૃદ્ધોમાં એકલતા અને શારીરિક અશક્તિ જેવા કારણોસર માનસિક સમસ્યા ધરાવતા કેસ ૫૦,૦૦૦થી વધીને ૮૫,૦૦૦ આસપાસ પહોંચ્યા છે.

તબીબી સલાહ અને જાગૃતિ:

સરકારી મેન્ટલ હોસ્પિટલના ડૉ. અજય ચૌહાણના જણાવ્યા મુજબ, મનની તકલીફ બહારથી દેખાતી નથી પરંતુ તેને અવગણવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. માનસિક તણાવ કે સમસ્યા જણાય ત્યારે સમાજનો સંકોચ રાખ્યા વિના તાત્કાલિક નિષ્ણાત તબીબ કે મનોચિકિત્સકની મદદ લેવી અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE