10 ઓક્ટોબર પછી, ભારત અને પાકિસ્તાન 7 નવેમ્બર, 2027ના રોજ ODI વર્લ્ડ કપમાં બે વાર ટકરાશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત મેજબાનીમાં યોજાનારા ૨૦૨૭ ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
આ મહાકુંભમાં કુલ ૧૪ ટીમો વચ્ચે પ૭ મેચો રમાશે. પ્રારંભિક રાઉન્ડમાં ૧૦ ઓક્ટોબરે જોહાનિસબર્ગ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ-વોલ્ટેજ મેચ રમાશે.
જો બંને ટીમો પોતપોતાના ગ્રુપમાંથી ક્વોલિફાય થઈને સુપર-૭ સ્ટેજમાં આગળ વધશે, તો ૭ નવેમ્બરે કેપટાઉન ખાતે બંને ટીમો વચ્ચે ફરી એકવાર મુકાબલો જોવા મળશે. આ ઉપરાંત બંને ટીમો ફાઇનલમાં પહોંચે તો ટુર્નામેન્ટમાં ત્રીજી વાર પણ ટકરાઈ શકે છે.
મુખ્ય હાઇલાઇટ્સ અને મેચ શેડ્યૂલ:
-
ટુર્નામેન્ટ સમયગાળો: ૨ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૭ દરમિયાન સંયુક્ત મેજબાનીમાં આયોજન.
-
ગ્રુપ સ્ટેજ ભારત-પાક મેચ: ૧૦ ઓક્ટોબર, ૨૦૨૭ (જોહાનિસબર્ગ).
-
સુપર-૭ સંભવિત મેચ: ૭ નવેમ્બર, ૨૦૨૭ (કેપટાઉન).
-
ટીમ ઇન્ડિયાની મુખ્ય મેચો: ૭ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ, ૧૪ ઓક્ટોબરે અફઘાનિસ્તાન અને ૨૪ ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે ગ્રુપ મેચ.
ક્રિકેટ રસિકો માટે આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એકથી વધુ વાર રોમાંચક જંગ જોવાનો મોકો મળશે.











