આશરે ૧.૨૫ લાખની વસ્તી ધરાવતા જોડીયાના તાલુકાના ધરતીપુત્રોને કૃષિ આધારિત ખેતીમાંથી ઉત્પાદન કરેલ પાકને બજારમાં જોડીયા માર્કેટ યાર્ડને બદલે ૫૦થી ૭૫ કિ.મિ. અંતર કાપી જામનગર-ધ્રોલ-રાજકોટ વેંચવા જવું પડે છે ડબલ એન્જિનની સરકારની ગાડીમાંથી જોડીયા તાલુકાનો વિકાસ નીચે ઉતરી ગ્યો… કેમ ? ભારત હેડલાઈન, તા.૧૮ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર જિલ્લો ખેતી ક્ષેત્રે વિકાસશીલ ગણાય છે.રાજ્યનાં ખેતીક્ષેત્રનું ઉત્પાદન મહદ અંશે દક્ષીણ-પશ્ચિમ ચોમાસા પર આધારિત છે.
તેમજ જામનગર જિલ્લાની ખેતી મહદ અંશે ચોમાસા પર આધારીત છે. જામનગર અને જોડિયા તાલુકોના સાગરકાંઠાના ગામોની જમીન ખારાશવાળી રહેલ છે. તે સીવાયના ગામોની જમીન ફળદ્રપુ છે. જામનગર જિલ્લામાં મુખ્યપાકો તરીકે કપાસ, મગફળી, બાજરી, ઘઉં, જીરુ, ચણા વિગેરે પાક લેવામાં આવે છે. પરંતુ આશરે ૧.૨૫ લાખની વસ્તી ધરાવતા જોડીયાના તાલુકાના ધરતીપુત્રોને કૃષિ આધારિત ખેતીમાંથી ઉત્પાદન કરેલ પાકને બજારમાં જોડીયા માર્કેટયાર્ડને બદલે ૫૦ થી ૭૫ કિ.મિ. અંતર કાપી જામનગર-ધ્રોલ-રાજકોટ વેંચવા જવું પડે છે. ભુતકાળમાં જોડીયામાં નવું માર્કેટ યાર્ડ બનાવ્યુ પણ તેમાં કોઈ દલાલો ખેડુતોનો માલ લેવા આવતા ન હોવાથી ખેડૂતોને પણ ને પોસાય તેવા ભાડા આપી બીજા માર્કેટ યાર્ડમાં તેનો તૈયાર થયેલ પાક લઈ જવામાં આવે છે.
ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. તો જોડિયામાં તાલુકામાં જગતના તાત સાથે અન્યાય કેમ ? આ તાલુકામાં માત્રને માત્ર એક આઈ.ટી.આઈ અને વર્ષો જુની હાઇસ્કુલ આવેલ છે. તેમજ કોઈ ગ્રાન્ટેડ -અનુદાનિત કે ખાનગી અથવા સરકારી કોલેજ આવેલી નથી. દિકરી દિકરાને શિક્ષણ આપવા માટે વાલીઓને પેટે પાટા બાંધવા પડે છે. હોસ્પિટલની સ્થિતિ પણ દયનીય છે. જોડીયા તાલુકાના લોકોને માંદગીવેળાએ પણ બહુ મોટા પ્રમાણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આરોગ્યની જાળવણી કરવા માટે જામનગર અથવા રાજકોટ આવવું પડે છે. અને આ જોડિયા તાલુકાનું મુખ્ય મથક જયા આસપાસના ગામોના નાગરિકો- અરજદારો પોતપોતાના કામ માટે જાહેર કચેરીએ આવતા હોય તેને બપોરના સમયે જોડીયાની બજારમાં જમવાનું પણ નથી મળતું. શું જોડિયા તાલુકાના જનપ્રતિનિધિ દ્વારા નથી, જોડીયા વિસ્તારની નથી લેવાતી મુલાકાત ?
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk