ભાજપ સંકલનના હિંમતભર્યા નિર્ણયના પડ્યાં પડઘા
રેસકોર્સની જગ્યામાં કયારેક જ ખુલતી જગ્યામાં તપાસ કરવા બે કોર્પોરેટરની સમિતિ બનાવતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરઇન્ડોર સ્ટેડીયમ સહિતની મિલ્કતોમાં નગરસેવકોને જોડી દેવાશે
મ્યુનિ.કોર્પો.ની અનેક મિલ્કતોના સંચાલન ભુતકાળમાં જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ, ભાજપની ભગીની સંસ્થાઓને સોંપવામાં આવ્યા છે. વર્ષે કરોડોનો ગ્રાન્ટ ખર્ચ આપવા છતાં સંચાલનમાં ધાંધીયાની અને બેદરકારીની ઉઠતી ફરિયાદોવચ્ચે આજે મનપા ભાજપ સંકલન અને સ્ટે.કમીટીએ આવા સંચાલનોને બ્રેક મારવાનો એક મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષોથી રેસકોર્સના પ્લેનેટોરીયમનું સંચાલન ફરી મણિયાર ટ્રસ્ટને સોંપવાની દરખાસ્ત પેન્ડીંગ રાખીને તપાસ સમિતિ મૂકી દેતા ચર્ચા જાગી છે. મોટા ભાગે બંધ રહેતા પ્લેનેટોરીયમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે વધે અને મિલ્કતનો લાભ લોકોને મળે તે માટે હવે કોર્પો.ની આવી મિલ્કતોમાં કોર્પોરેટરોને પ્રતિનિધિ તરીકે મૂકવા વિચાર શરૂ થયાનું મીટીંગ બાદ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું. રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્સમાં વર્ષો પહેલા પ્લેનેટોરીયમ બનાવવામાં આવ્યું છે. તારા મંડળ સહિતની જગ્યા અહીં વિકસાવવામાં આવી છે.
અહીં કોમ્પ્યુટર વિભાગનું સંચાલન પણ અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. જેમાં ત્રણ વર્ષનો વધારો કરવા દરખાસ્ત આવી છે. વર્ષે પાંચ લાખની ગ્રાન્ટ પણ સંસ્થાને આપવામાં આવે છે. પરંતુ આ તારા મંડળ મોટા ભાગે બંધ રહે છે. કોમ્પ્યુટર વિભાગ કયારેક જ ખુલે છે. અઠવાડિયામાં એક વખત શિક્ષણ સમિતિના બાળકોને વિઝીટ કરાવવામાં આવે છે તે બાદ આ પ્લેનેટોરીયમ ધુળ ખાતુ હોય તેવી ફરિયાદ આવતા તાજેતરમાં અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. હવે આજે આ સંસ્થાને સંકુલનું સંચાલન સોંપવાની દરખાસ્ત પર પ્રથમ વખત ભાજપ સંકલન અને સ્ટે.કમીટીમાં લાંબી ચર્ચા થઇ હતી. વર્ષે પાંચ લાખની ગ્રાન્ટ છતાં બે હજાર વારમાં રહેલી જગ્યા સોંપતા પહેલા વિચાર કરવા નકકી કરાયું છે. ચેરમેને કહ્યું હતું કે આ અંગેની તપાસ કરવા બે કોર્પોરેટરો કેતન પટેલ અને અશ્વિન પાંભરની તપાસ સમિતિ બનાવવામાં આવી છે.
તેના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. વધુમાં પદાધિકારીએ એવું કહ્યું હતું કે કોર્પો. હસ્તક રેસકોર્સનું ઇન્ડોર સ્ટેડીયમ, જુદા જુદા કોમ્પ્યુનિટી હોલ, સ્મશાનગૃહો આવેલા છે. સંસ્થાને જગ્યા સોંપ્યા બાદ વહીવટ કરતા હોય છે. પરંતુ અનેક જગ્યાએથી ફરિયાદ આવે છે છતાં જગ્યામાં કોર્પો.નું પ્રતિનિધિત્વ ન હોવાથી સીધુ સુપરવિઝન રહેતુ નથી. આથી આ સહિતની તમામ જગ્યાઓમાં હવે જે રીતે લેંગ લાયબ્રેરી, યાર્ડમાં કોર્પોરેટરોને પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવે છે તે રીતે અહીં પણ નગરસેવકોને પ્રતિનિધિ તરીકે મૂકવા તૈયારી કરવામાં આવી છે. ભાજપની સૌથી જુની ભગીની સંસ્થા મણિયાર ટ્રસ્ટને સંચાલનની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવતા આ દરખાસ્તના પડઘા પણ કોર્પો. બિલ્ડીંગ બહાર તુરંત પહોંચી ગયા હતા!
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk