ફિલ્મના હિન સંવાદોથી વૈષ્ણવોની લાગણી દુભાઈ : પ્રસારણ પર રોક લગાવવા માંગ
‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સમાજમાં ઉગ્ર વિરોધ ભભૂકી ઉઠયો છે. આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે વૈષ્ણવોએ વિશાળ સંખ્યામાં ઉમટી પડી આ મામલે જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ત સુપરત કરી ઉગ્ર રજુઆત કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયના વર્ષો પહેલાના કિસ્સાને લઈ આ ‘મહારાજ’ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ફિલ્મમાં અમુક હિન પ્રકારના સંવાદો કરવામાં આવેલ હોય જેના કારણે ભારત સહિત વિશ્વભરના સનાતન ધર્મિય અને વૈષ્ણવોની લાગણી દુભાણી છે. વિધર્મીઓની ચાલ સામે વૈષ્ણવ સમાજ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ ફિલ્મના પ્રસારણ પર રોક લગાવવાની માંગણી ઉઠાવી વૈષ્ણવ સમાજના આગેવાનો દ્વારા કલેકટર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના તમામ નાના મોટા ગામોમાં પુષ્ટિમાર્ગીય આચાર્યો, વૈષ્ણવ અગ્રણીઓ આ મામલે પોલીસ ફરીયાદ કરીને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. વૈષ્ણવ સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે વિધર્મી લોકોના આવા ષડયંત્ર સામે સનાતન ધર્મના લોકોએ બહાર નીકળવું પડશે નહીંતર સનાતન ધર્મની સંસ્કૃતિને મોટું નુકશાન પહોંચશે. આ ફિલ્મનું પ્રસારણ અટકાવવા માટે વૈષ્ણવ સમાજના આગેવાનો દ્વારા માંગણી ઉઠાવવામાં આવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk