કેન્સર માટે શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ જવાબદાર
કેન્સર ક્લબના સભ્યોએ કેશોદથી 17 કિલોમીટર દૂર અજાબ ગામની કેન્સર અવેરનેસ અંગે અને વધતા કેન્સરમાં જંતુનાશક દવાઓના ઉપયોગ અંગે એક મુલાકાત કરી હતી. અજાબ ગામના મંત્રી પાસેથી જાણવા મળ્યું કે હાલમાં ગામની વસ્તી 10000 જેટલી છે. જેમાંથી 300 લોકોને કેન્સર છે અને 150 લોકોનું લગભગ કેન્સરને કારણે મૃત્યુ થયેલ છે. આ દર્શાવે છે કે કેન્સર જંતુનાશક દવાઓના ઉપયોગથી સૌ પહેલા ઉપયોગ કરનારને ભરખી જાય છે બીજો જે લોકો વપરાશ કરે છે પેસ્ટીસાઈડ્સનો!
તેઓને પણ લાંબા ગાળે આની અસર થાય છે જેના પરિણામે જુનાગઢ જિલ્લો અને આખું સૌરાષ્ટ્ર હાલ કેન્સરના ભરડામાં આવી ગયું છે. છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી કેન્સરનું પ્રમાણ અહીં અને આજુબાજુના વિસ્તારોમાં વધી ગયું છે. હાલ મગફળીમાં પણ તમામ ખેડૂતો પેસ્ટીસાઈડ્સનો એટલો જ ઉપયોગ કરે છે જે પણ નુકસાન કરે છે એમના મંત્રી સાથે વાત કરતા જાણવા મળ્યું કે હવે અજાબના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ ધીમે ધીમે વળી રહ્યા છે. જો અન્ય રોજગારીના સાથે સાથે સાધનો ઊભા કરવામાં આવે અને ખેડૂતોને એમના ઉત્પાદનના સારા એવા ભાવો મળી રહે તો તેઓ જંતુનાશક દવાઓ ના ઉપયોગ કરવા માગતા નથી એટલે આમાં લોકો સરકાર અને સમાજ ખેડૂતો બધાએ એક સાથે જાગૃત થવાની જરૂર છે ભેળસેળ વાળો ખોરાક અને જંતુનાશક દબાવવા વાળો ખોરાકએ કેન્સરને જન્મ આપે છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk