જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી જાણીતી દર્શન હોટલમાં ભોજન કરવા આવેલા ગ્રાહકના ‘સિઝલર’માંથી જીવતી ઈયળ નીકળતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ રસોડાની તપાસ કરતા ચારેય તરફ ગંદકી જોવા મળતાં રોષે ભરાયેલા ગ્રાહકોએ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો.
અહેવાલની મુખ્ય વિગતો
-
ગ્રાહકોનો આક્ષેપ: ગ્રાહક જેનીશ બોરડ અને મેહુલ ગોંડલિયાના જણાવ્યા મુજબ પરિવાર સાથે ભોજન લેવા પહોંચ્યા ત્યારે સિઝલરમાંથી ઈયળ નીકળી હતી. રસોડામાં તપાસ કરતાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન અને ભારે અસ્વચ્છતા જોવા મળી હતી.
-
ફૂડ વિભાગ સામે સવાલો: ગ્રાહકોએ કેશોદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવી હોટલના ખોરાકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની માંગ કરી છે.
-
કડક કાર્યવાહીની માંગ: ગ્રાહકો તેમજ સ્થાનિકોએ બેદરકાર હોટલ સંચાલક સામે કાનૂની પગલાં ભરી હોટલનું લાઇસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી છે.
Post Views: 6










