જન્માષ્ટમી અને સાતમ-આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્રના યાત્રાધામો (ખાસ કરીને દ્વારકા) ખાતે શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ૪ જોડી (કુલ ૮) અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે જનરલ અનરિઝર્વ્ડ કોચ ધરાવતી હશે, જેથી રિઝર્વેશન વગર મુસાફરી કરી શકાશે.
ટ્રેનોનું સંપૂર્ણ સમયપત્રક અને રૂટ
-
૧. રાજકોટ – દ્વારકા સ્પેશિયલ (ટ્રેન નં. ૦૯૫૨૭/૦૯૫૨૮):
-
રાજકોટથી ઉપડશે: ૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૨:૩૦ વાગ્યે (દ્વારકા પહોંચશે સવારે ૫:૫૦).
-
દ્વારકાથી પરત: સવારે ૬:૫૦ વાગ્યે (રાજકોટ પહોંચશે બપોરે ૧૨:૦૦).
-
સ્ટોપેજ: હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા.
-
-
૨. રાજકોટ – દ્વારકા ડેઇલી સ્પેશિયલ (ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪):
-
રાજકોટથી ઉપડશે: ૩ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન દરરોજ રાત્રે ૮:૦૦ વાગ્યે (દ્વારકા પહોંચશે રાત્રે ૧:૨૦).
-
દ્વારકાથી પરત: ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન રાત્રે ૧:૫૦ વાગ્યે (રાજકોટ પહોંચશે સવારે ૬:૨૫).
-
-
૩. દ્વારકા – ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ (ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧):
-
દ્વારકાથી ઉપડશે: ૩, ૪ અને ૫ સપ્ટેમ્બરે સવારે ૬:૫૦ વાગ્યે (ગાંધીનગર પહોંચશે સાંજે ૫:૦૦).
-
ગાંધીનગરથી પરત: રાત્રે ૮:૦૦ વાગ્યે (દ્વારકા પહોંચશે બીજા દિવસે સવારે ૫:૫૦).
-
સ્ટોપેજ: રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને વિરમગામ.
-
-
૪. બોટાદ – સુરેન્દ્રનગર સ્પેશિયલ (ટ્રેન નં. ૦૯૨૨૮/૦૯૨૨૭):
-
બોટાદથી ઉપડશે: બપોરે ૧૨:૧૦ વાગ્યે (સુરેન્દ્રનગર પહોંચશે બપોરે ૧:૪૦).
-
સુરેન્દ્રનગરથી પરત: બપોરે ૨:૦૫ વાગ્યે (બોટાદ પહોંચશે બપોરે ૩:૪૫).
-
જૂનાગઢ અને સોમનાથના યાત્રિકોમાં કચવાટ
-
રેલવે તંત્ર દ્વારા દ્વારકા રૂટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પરંતુ શ્રાવણ માસ અને તહેવારોને કારણે જૂનાગઢ અને સોમનાથ તરફ જતા યાત્રિકો માટે એકપણ સ્પેશિયલ ટ્રેન જાહેર ન કરાતાં પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.










