250 થી વધારે બિઝનેસમેન ફોર્મુલા આપ્યાં
રાજકોટ ખાતે સ્નેહ દેસાઈ દ્વારા બુસ્ટ યોર બિઝનેસ વર્કશોપ યોજાયો હતો. બિઝનેસને નવી દિશા અને સફળતાની ટોચ ઉપર ઝડપથી કેવી રીતે પહોંચાડી શકાય અને બિઝનેસમેન રોજિંદા કામમાંથી કેવી રીતે સમય બચાવીને બિઝનેસને ઓટો મોડ ઉપર મૂકી બીજા નવા-નવા સફળ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકે તથા પોતાની પ્રોડક્ટ ની ગુણવત્તા જાળવી રાખીને કેવી રીતે વધુમાં વધુ નફો મેળવી શકે તે વિશે ખૂબ જ રસપ્રદ નોલેજ ભારતનાં સૌથી સફળ બિઝનેસ કોચ સ્નેહ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. જેવી રીતે ક્રિકેટમાં સ્કોર બોર્ડનું ખૂબ જ મહત્વ છે તેવી જ રીતે બિઝનેસમાં ફાઇનાન્સિયલ આંકડાઓનો શું મહત્વ છે તે ખૂબ જ સરળ રીતે પોતાના આગવા અંદાજમાં શીખવાડ્યું હતું અને 250 થી પણ વધારે બિઝનેસમેન આ ફોર્મુલા સાંભળીને દંગ રહી ગયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુષાર પાઠક (CFO – સ્નેહ વર્લ્ડ) અને રાજકોટથી ડોક્ટર અમિત મારુ અને મિત્રોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત, સાવ નજીવા દરોમાં આગામી તારીખ 4 જુલાઈના રોજ અમદાવાદ ખાતે યોજાનાર તેમના બિઝનેસ વર્કશોપની માહિતી આપી હતી જેની વધુ માહિતી માટે મો.નં. 95866 53070 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk