ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા દ્વારા ખેડૂતોના સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે જળસંપત્તિ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલને સઘન રજૂઆતો

૭૬-કાલાવડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ એ. ચાવડા દ્વારા કાલાવડ, જોડીયા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને પ્રજાજનોના સિંચાઈ તથા પીવાના પાણીના મહત્વપૂર્ણ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યના જળસંપત્તિ મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલને સત્તાવાર પત્રો પાઠવીને રુબરુ રજૂઆતો કરવામાં આવી છે.
​​કાલાવડ તાલુકામાં હાલ પાણીની ખૂબ જ અછત હોવાથી ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે સૌની યોજના દ્વારા ઉંડ-૪ ડેમમાં પાણી ઠાલવીને ડેમના એચ.આર. ગેટ મારફત નદીમાં પાણી વહેવડાવવા રજૂઆત કરવામાં આવી છે, ​જોડીયા તાલુકામા આજી-૪ ડેમમાથી છોડવા તેમજ મોરબી તાલુકાના ઉટબેટ શામપર, ફડસર, રામપર-પાડાબેકર, બેલા (આ), આમરણ, જીવાપર (આ), બાદનપર (આ), ફાટસર, કેરાળી, ખારચીયા અને રાજપર (કં) જેવા ૧૧ ખેતી આધારિત અને પછાત ગામોના તળાવો ભરવા તથા સિંચાઈ સુવિધા આપવા ડેમી-૨ યોજના હેઠળ આવરી લેવા રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE