Ahmedabad: હવે હૃદયરોગની દવાઓ પણ નકલી? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 42 સ્થળે દરોડા, 7 લાખથી વધુ ટેબ્લેટ્સ જપ્ત

ગુજરાતમાં નકલી વસ્તુહૃદયરોગ ઓ અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડીને માટે વપરાતી નકલી દવાઓનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.

42 થી વધુ સ્થળો પર એકસાથે દરોડા

  • સઘન તપાસ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા અમદાવાદમાં 42 થી પણ વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

  • સેમ્પલિંગ: શંકાસ્પદ અને એક્સપાયરી ડેટ વાળી દવાઓના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

હૃદયરોગની 7.20 લાખ નકલી ટેબ્લેટ જપ્ત

  • બ્રાન્ડ અને દવા: જે.બી. કેમિકલ્સ (J.B. Chemicals) કંપનીની હૃદયરોગ માટે વપરાતી ‘નિકાર્ડિયા રિટાર્ડ’ (Nicardia Retard) નામની દવાનો બોગસ જથ્થો પકડાયો છે.

  • જપ્ત મુદ્દામાલ: વિભાગ દ્વારા 24,000 થી વધુ સ્ટ્રીપ એટલે કે આશરે 7.20 લાખ નકલી ટેબ્લેટ્સ જપ્ત કરાઈ છે.

  • કૌભાંડનો પર્દાફાશ: જે.બી. કેમિકલ્સના અધિકારી દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

ગ્રાહકોને વધુ ડિસ્કાઉન્ટ આપતી દુકાનોથી સાવચેત રહેવા અપીલ

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે ગ્રાહકોને ખાસ સાવચેતી રાખવા જણાવ્યુ છે:

  • નિર્ધારિત માર્જિન: કેન્દ્ર સરકારના નિયમ મુજબ દવામાં રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ છે.

  • સાવચેતી: કેટલાક કૌભાંડીઓ વધુ પડતું ડિસ્કાઉન્ટ આપીને નકલી દવાઓ પધરાવતા હોવાથી, અતિશય ડિસ્કાઉન્ટ આપતી જગ્યાઓએથી દવા ખરીદતા પહેલાં ગ્રાહકોએ ખાસ ચકાસણી કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE