રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે મહત્વપૂર્ણ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ડિપ્રેશન અને ટ્રફ સિસ્ટમ સક્રિય
-
વરસાદી સિસ્ટમ: ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ‘ડિપ્રેશન’ સક્રિય થયું છે. આ સાથે મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવા અન્ય પરિબળો પણ સક્રિય થતાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.
-
સર્વત્ર વરસાદની વકી: આ સિસ્ટમ્સના પ્રભાવથી રાજ્યના તમામ વિસ્તારોમાં આવનારા ૭ દિવસો દરમિયાન મેઘમંડાણ જોવા મળશે.
રાજ્યમાં ચોમાસાના વરસાદની વર્તમાન સ્થિતિ
-
ઓલઓવર ૨% ની ઘટ: ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ ૫૧૦.૭ મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે ૫૨૨.૩ મિમી હોવો જોઈએ. આ રીતે સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં ૨ ટકાની મામૂલી ઘટ છે.
-
પ્રાદેશિક તફાવત:
-
ગુજરાત રીજન: સામાન્ય કરતાં ૧૬% વધુ વરસાદ નોંધાયો છે.
-
સૌરાષ્ટ્ર અને કચ્છ: હજુ પણ સામાન્ય કરતાં ૩૬% વરસાદની ઘટ નોંધાયેલી છે.
-
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પડોશી સિસ્ટમ્સ સક્રિય રહેતાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘટ વાળા વિસ્તારોમાં પણ વરસાદી છાંટા અને હળવા ઝાપટાંથી રાહત મળવાની સંભાવના છે.











