સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત મોટું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મુંબઈથી સુરતમાં એમ.ડી. ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી પોલીસે ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે.
મિઢોળા બ્રિજ પાસે ટ્રેપ ગોઠવી મુખ્ય પેડલર ઝબ્બે
-
વોચ ગોઠવી ધરપકડ: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મિઢોળા બ્રિજથી કપ્લેટા ચેક પોસ્ટ વચ્ચે વોચ ગોઠવીને મુખ્ય ડ્રગ પેડલર તૌકીર ઉર્ફે બિલ્લાને ઝડપી પાડ્યો હતો.
-
મુદ્દામાલ જપ્ત: આરોપી પાસેથી ૫૩ ગ્રામ પ્રતિબંધિત એમ.ડી. ડ્રગ્સ (કિંમત રૂ. ૧.૬૧ લાખ) અને અન્ય સામગ્રી મળીને કુલ ₹૧.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધારાવીથી ટ્રેન અને રિક્ષા મારફતે લાવતો હતો ડ્રગ્સ
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે:
-
તૌકીર આ ડ્રગ્સ મુંબઈના ધારાવી વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે છોટુ પાસેથી લાવ્યો હતો.
-
તે મુંબઈના બાંદ્રાથી ટ્રેન મારફતે નવસારી પહોંચ્યો અને ત્યાંથી રિક્ષામાં બેસી સુરત તરફ આવી રહ્યો હતો.
વોન્ટેડ આરોપી યાસીન શેખની પણ ધરપકડ
-
સાગરીત ઝડપાયો: સુરતના ઉન વિસ્તારમાં રહેતા અને ડ્રગ્સનો ઓર્ડર આપનાર મુખ્ય સૂત્રધાર યાસીન સલમાન શેખને પણ પોલીસે લાજપોર ગામ ત્રણ રસ્તા પાસેથી દબોચી લીધો છે.
-
ગુનાહિત ઇતિહાસ: મૂળ આઝમગઢ (યુપી)ના યાસીન સામે અગાઉ ભેસ્તાનમાં NDPS નો કેસ તથા જુલાઈ ૨૦૨૩માં મુંબઈ એરપોર્ટ પર બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવવા અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
હાલ સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા મુંબઈના મુખ્ય સપ્લાયર સમીર ઉર્ફે છોટુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.











