મોરબી-જેતપુરના ખેડૂત આંદોલનને મળ્યું ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કિસાન નેતાઓનું સમર્થન

પ્રાઇવેટ વીજ કંપનીના વિરોધમાં અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલન વચ્ચે કિસાન નેતાઓએ ખેડૂતોની મુલાકાત લઈ સમસ્યાઓ જાણી

મોરબી/જેતપુર:
મોરબી અને જેતપુર વિસ્તારમાં પ્રાઇવેટ વીજ કંપનીના વિરોધમાં છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કિસાન નેતાઓએ આંદોલનકારી ખેડૂતોની મુલાકાત લીધી હતી. ખેડૂતોની સમસ્યાઓ જાણવા, તેમની રજૂઆતો સાંભળવા તેમજ આંદોલનને સહકાર આપવાના હેતુથી આગેવાનો ગુજરાત પહોંચ્યા હતા.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશથી કિશાન મજદૂર સંગઠનના સ્થાપક અને કદાવર કિસાન નેતા ઠાકુર પુરણસિંહ, યુવા કિસાન નેતા યશપ્રતાપસિંહ પુંડીર, તેમજ શ્રી રાજપૂત કરણી સેના, રાજસ્થાન પ્રદેશ સંરક્ષક બળવંતસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આદિપુરમાં આગેવાનોનું ભવ્ય સ્વાગત

આગેવાનોના આદિપુર આગમન સમયે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સ્થાનિક યુવાનો અને વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડી તથા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગત કાર્યક્રમમાં પ્રખર ક્રાંતિકારી વિચારક અને વક્તા ધ્રુવરાજજી જાખોત્રા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ગિરિરાજસિંહ રાણા, AHP ગાંધીધામ તાલુકા પ્રમુખ પ્રકરણસિંહ ઝાલા, હ્યુમન રાઈટ્સ સંગઠન તેમજ વિવિધ NGO સાથે સંકળાયેલા હરપાલસિંહ ગોહિલ ઉપરાંત કિશોરસિંહ ધોળાવીરા, મહાવીરસિંહ માલણિયાદ સહિત અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ

આ મુલાકાત દરમિયાન કિસાન નેતાઓએ આંદોલન સાથે જોડાયેલા ખેડૂતો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ, રજૂઆતો અને આંદોલનના કારણો અંગે માહિતી મેળવી હતી. પ્રાઇવેટ વીજ કંપનીને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને સમજવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

અઢી મહિનાથી ચાલી રહેલા આ આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કિસાન તથા સામાજિક આગેવાનોની મુલાકાતને કારણે સ્થાનિક ખેડૂત આંદોલનને વ્યાપક સમર્થન મળવાની ચર્ચા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE