વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે મેગા પ્લાનિંગ: CM ભૂપેન્દ્ર પટેલ US-કેનેડા અને DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપના પ્રવાસે જશે

‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ (VG 2027) ને વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે. ગુજરાતમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ (FDI) લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે કમાન સંભાળીને 10 દિવસના અમેરિકા (USA) અને કેનેડાના પ્રવાસે જશે, જ્યારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને યુરોપિયન દેશોનો પ્રવાસ ખેડશે.

આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ફોર્ચ્યુન 500 કંપનીઓના સીઇઓ (CEOs), પ્રવાસી ભારતીયો (NRGs) અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વન-ટુ-વન બેઠકો યોજીને વાયબ્રન્ટ સમિટ 2027 નું સત્તાવાર નિમંત્રણ પાઠવશે.

પ્રવાસ અંગેની મુખ્ય વિગતો:

  • ઉપમુખ્યમંત્રીનો જાપાન-યુરોપ પ્રવાસ: જાપાન પહેલેથી જ વાયબ્રન્ટ ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે. DyCM હર્ષ સંઘવી જાપાન અને યુરોપના અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે હાઇ-લેવલ ડેલીગેશન મીટિંગ્સ કરીને નવા રોકાણો આકર્ષશે.

  • તૈયારીઓ આખરી તબક્કામાં: રાજ્ય સરકારની નોડલ એજન્સી ‘ઇન્ડેક્સ-બી’ (iNDEXTb) દ્વારા આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના પ્રવાસ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  • વિદેશ મંત્રાલય સાથે સંકલન: વિદેશ મંત્રાલય (MEA) ની જરૂરી મંજૂરીઓ મેળવવા અને વિદેશમાં આવેલા ભારતીય દૂતાવાસો સાથે સંકલન સાધીને રોડ-શો તથા ઇન્વેસ્ટર મીટનું સમયપત્રક આખરી કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE