માંગરોળના સાંગાવાડા દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

જૂનાગઢ: માંગરોળ તાલુકાના સાંગાવાડા દરિયા કિનારે દરિયાના મોજાં સાથે તણાઈને આવેલું એક શંકાસ્પદ કન્ટેનર મળી આવતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન કન્ટેનર ખોલવામાં આવતા તેની અંદર કોઈપણ પ્રકારનો સામાન ન હોવાનું અને તે સંપૂર્ણ ખાલી હોવાનું સામે આવ્યું હતું. જોકે, કન્ટેનર દરિયામાંથી ક્યાંથી તણાઈને આવ્યું અને તેની પાછળ કોઈ શંકાસ્પદ હકીકત છે કે કેમ તે મુદ્દે તપાસ ચાલુ રાખવામાં આવી છે.

પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સંબંધિત એજન્સીઓ પણ કન્ટેનરની ઉત્પત્તિ અને તેના દરિયાકાંઠે પહોંચવાના કારણ અંગે જરૂરી માહિતી એકત્રિત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE