વલસાડ LCBનો દરોડો: ₹6.28 લાખનો ગાંજો અને દેશી તમંચા સાથે બે ઝડપાયા
વલસાડ: વલસાડ જિલ્લા LCBએ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વડીયાવાડ ખાતે દરોડો પાડી 12.259 કિલોગ્રામ ગાંજો, એક દેશી તમંચો સહિત કુલ ₹6.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ચાર સામે NDPS એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ કાર્યવાહી સુરત રેન્જના IG પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ વડા *કરણસિંહ જાડેજા (IPS)*ના માર્ગદર્શન હેઠળ LCBના PI એ. યુ. રોઝની દેખરેખમાં હાથ ધરાઈ હતી.
દરોડામાં PSI જે.બી. ધનેશા, ASI અલ્લારખુ અમીરભાઈ, ASI અજયભાઈ અમલાભાઈ, ASI જિતેન્દ્ર વજીરભાઈ, આરક્ષક યોગેશ કાંતિભાઈ, હરદેવસિંહ રણજીતસિંહ, કરમણ જયરામભાઈ, દશરથ જગદીશભાઈ અને પંકજ રૂપાભાઈ સહિત LCBની ટીમે સફળ કામગીરી બજાવી હતી. વધુ તપાસ ડુંગરા પોલીસ ચલાવી રહી છે.
Post Views: 0











