ઈરાનને ‘કબ્રસ્તાન’ બનાવવાની તૈયારી? અમેરિકા-ઈઝરાયેલનો ખતરનાક પ્લાન; જાણો ટ્રમ્પ-નેતન્યાહુ શું કરશે

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત વિનાશક તબક્કે પહોંચ્યો હોય તેમ લાગે છે. 8 એપ્રિલથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત આવવાની તૈયારી છે, કારણ કે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવના જવાબથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંતોષાયા નથી. ટ્રમ્પે ઈરાન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને હવે તેઓ ઈરાન પર એક એવો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે જે સમગ્ર વિશ્વને ચોંકાવી દેશે. આ પરિસ્થિતિને જોતા ઈરાનને ‘કબ્રસ્તાન’ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો…

“મેદાન ગજવ્યા બાદ હવે માલિકીમાં ‘ધ વોલ’ની એન્ટ્રી: રાહુલ દ્રવિડે ખરીદી આયર્લેન્ડની T20 ટીમ”

ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશનનું જોખમી આયોજન તાજેતરના અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરીને ઈરાનમાં ‘ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન’ ચલાવવા અંગે ગંભીર ચર્ચા કરી છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ મથકો પર સીધો કબજો મેળવી, ત્યાં સંગ્રહિત કરાયેલ સંવર્ધિત યુરેનિયમને જપ્ત કરવાનો છે. જોકે, આ કાર્ય અત્યંત પડકારજનક છે કારણ કે ઈરાનના પરમાણુ કેન્દ્રો પહાડોની નીચે મજબૂત કોંક્રિટથી બનેલા છે. જ્યાં ઈરાની સેના ચોવીસ કલાક અત્યાધુનિક હથિયારો સાથે તૈનાત રહે છે. આ મથકોમાં ઘૂસવું અને ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવું એ અમેરિકી સેના માટે ઈતિહાસનું સૌથી મોટું સૈન્ય ઓપરેશન બની રહેશે.

અંતરિક્ષમાંથી દેખરેખ અને ટેકનોલોજીનો ઉપયોગ આ મિશનને સફળ બનાવવા માટે અમેરિકા માત્ર જમીન પર જ નહીં, પણ અંતરિક્ષમાંથી પણ આક્રમક દેખરેખ રાખી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, તેમની સ્પેશિયલ ટીમ સેટેલાઇટ દ્વારા ઈરાનની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. જેથી ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન ઈરાની સેનાની પ્રતિક્રિયા વિશે અગાઉથી જાણી શકાય. ખાસ કરીને ઈરાનના નતાન્ઝ, ફોર્દો અને ઇસ્ફહાન જેવા મુખ્ય ન્યુક્લિયર પ્લાન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમેરિકાની યોજના 440 કિલો સંવર્ધિત યુરેનિયમને બહાર કાઢવાની છે. જે માટે હજારો સૈનિકો અને હાઈ-ટેક ન્યુક્લિયર સર્ચ ટીમની મદદ લેવામાં આવશે.

જટિલ ઓપરેશન અને ભવિષ્યની આશંકાઓ આ ઓપરેશન પાર પાડવા માટે અમેરિકા અને ઈઝરાયેલના સૈનિકોએ હેલિકોપ્ટર દ્વારા પરમાણુ મથકો પાસે ઉતરાણ કરવું પડશે. અગાઉના હુમલાઓને કારણે મથકોના પ્રવેશદ્વારો કાટમાળથી ભરાઈ ગયા હોવાથી, ભારે ક્રેન્સને એરલિફ્ટ કરીને નવો રસ્તો બનાવવો પડશે. યુરેનિયમને ખાસ સુરક્ષિત કન્ટેનરોમાં ભરીને અમેરિકા લઈ જવાની પ્રક્રિયામાં અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી શકે છે. આ દરમિયાન ઈરાની સેનાના વળતા હુમલાઓનું જોખમ સતત તોળાતું રહેશે. અમેરિકાને ડર છે કે ઓપરેશન શરૂ થાય તે પહેલા ઈરાન યુરેનિયમ છુપાવી શકે છે. તેથી જો કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાશે તો અમેરિકા તુરંત સૈન્ય ઠેકાણાઓને તબાહ કરવાનું શરૂ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE