ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી: ટેસ્ટમાં ૭૫% ગુણ ફરજિયાત, વય-સરનામા માટે એફિડેવિટ નહીં ચાલે

ડ્રાઇવિંગ લાઈસન્સ ટેસ્ટમાં હવે 75 ટકા માર્ક્સ ફરજિયાત! એફિડેવિટ પણ નહીં ચાલે, નિયમોમાં ફેરબદલની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) મેળવવાની તથા તેમાં સુધારા-વધારા કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે મોટર વાહન નિયમોમાં સુધારા અર્થે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવી દરખાસ્ત હેઠળ ઓનલાઇન ટેસ્ટના પાસિંગ માર્ક્સ વધારવા, એફિડેવિટ માન્ય ન રાખવા અને ભારતીય તથા વિદેશી નાગરિકો માટે અલગ રંગના લાઇસન્સ આપવા સહિતના મહત્વના સુધારાઓ સૂચવવામાં આવ્યા છે.

નવા પ્રસ્તાવિત નિયમો અંગેની મુખ્ય વિગતો:

  • ટેસ્ટમાં ૭૫% ગુણ ફરજિયાત: સલામત ડ્રાઇવિંગ માટેના ઓનલાઇન ટ્યુટોરિયલ ટેસ્ટમાં પાસ થવાના લઘુતમ ગુણ ૬૦% થી વધારીને ૭૫% કરવાની અને આ ટ્યુટોરિયલ ઓછામાં ઓછું ૩૦ મિનિટનું રાખવાની જોગવાઈ છે.

  • એફિડેવિટ અને એલઆઈસી પોલિસી અમાન્ય: ઉંમર અને સરનામાના પુરાવા તરીકે નોટરી કે મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલું સોગંદનામું (એફિડેવિટ) કે LIC પોલિસી હવે માન્ય ગણાશે નહીં. સરનામા માટે આધાર કાર્ડ, વોટર ID, ઇ-રેશન કાર્ડ અથવા છેલ્લા ૩ મહિનાના લાઇટ/ગેસ બિલ આપવાના રહેશે. ઉંમરના પુરાવા માટે પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જ ચાલશે.

  • નાગરિકતા અને અલગ રંગનું લાઇસન્સ: ભારતીય અને વિદેશી નાગરિકો માટે અલગ-અલગ રંગના ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા અને તેના પર સ્પષ્ટ નાગરિકતા લખવાની પ્રપોઝલ છે. આ ઉપરાંત બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ લખવી પણ ફરજિયાત બનાવાશે.

  • ઓનલાઇન સેવાઓ અને ફીમાં રાહત: આધાર ચકાસણી દ્વારા નામ, સરનામું કે સંપર્ક નંબર બદલવાની ઓનલાઇન સેવાઓ માટે ફીમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત છે. લાઇસન્સમાં સુધારાની અરજીનો ૧૫ દિવસમાં નિકાલ કરવાનો રહેશે. સરનામું બદલવાની અરજી જો ૩૦ દિવસ સુધી વિચારાધીન રહે તો તેને આપોઆપ મંજૂર થયેલી ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE