રામવિવાહ સહિતના ઉત્સવો તેમજ સંતો માટે દરરોજ બાલભોગ, ભંડારો અને ભોજનનું આયોજન
સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ ખાતે અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી નિમિતે તા. ૬ થી ૧૪ સુધી શ્રીરામ ચરિત માનસજીના સમુહ નવાહ પાઠનું આયોજન કરાયુ છે. તા. ૬ ના શનિવારે નીજ મંદિર હોલમાં પાઠનો પ્રારંભ કરાશે. પાઠ દરમિયાન તા. ૭ ના રવિવારે સવારે ૧૧ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ, તા. ૮ ના બપોરે ૧૧.૧૫ કલાકે શ્રીરામ વિવાહ, તા. ૧૪ ના સવારે શ્રીરામરાજયાભિષેક ઉત્સવ ઉજવાશે. તેમજ એજ દિવસે સવારે ૯ વાગ્યાથી લઘુરામ યજ્ઞ પ્રારંભ થશે. બપોરે ૧.૩૦ વાગ્યે પુર્ણાહુતી થશે. વ્યાસપીઠ પર ચિત્રકુટધામવાળા પૂ. શ્રી પ્રભુદાસજી અગ્નિહોત્રી વ્યાસજી બીરાજી સંગીતમય શૈલીમાં નવાહપાઠનું રસપાન કરાવશે. આ પાઠ દરમિયાન સવારે ૭ થી ૮ બાલભોગ દર્શન બપોરે ૧૨ વાગ્યે ભંડારા દર્શન અને સંત ભગવાનનું બ્યાવરૂ ભોજન રાત્રે ૮ વાગ્યે કરાવાશે. સંત ભગવાનની સેવામાં નારણદાસ જેઠાલાલ નથવાણી, મુકતાબેન છગનલાલ વસાણી પરિવાર, રીટાબેન નંદાણી, નરેન્દ્રભાઇ નથવાણી, અજયભાઇ નથવાણી, કિશોરભાઇ જસાણી, અમૃતલાલ મોરારજીભાઇ સેજપાલ હસ્તે ભરતભાઇ સેજપાલ, જાનકીબેન નંદાણી, નવનીતભાઈ કારીયા પરિવાર, રાજુભાઇ પોબારૂ, અનસુયાબેન જયંતિલાલ અકોલા યુ.એસ.એ., પ્રકાશભઇ સખીયા, દેવયાનીબેન હિંડોચા, નિલાંગભાઈ ઢોલરીયા, ભરતભાઇ રાજદેવ, જયોતિબેન પોપટ, ડો. સંદીપ ઘેટીયા, જનકભાઇ રાજા મુંબઇ, ભરતભાઇ શાહ મુંબઇ, નીરવભાઇ શુકલા યુ.કે., રાજુભાઇ હિંડોચા, ધીરેન્દ્રભાઇ ધુલીયા, ભાર્ગવ પટેલ યુ.એસ.એ., હિનાબેન પટેલ, વિજયભાઇ તના, વાપી, રજનીભાઇ ઇડાર, મેહુલભાઇ કુંડલીયા, પલ્લવીબેન દાવડા, ભાવેશભાઇ નાથાણી, લાલજીભાઇ સલોરોયા, ધીરૂભાઇ ઠુમ્મર સહભાગી થયા છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog