બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે પહેલી વાર 80 હજારનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ 24292.15 ની તેની રેકોર્ડ ઉંચી સપાટીએ ખુલ્યો હતો. એક દિવસ પહેલા સ્થાનિક બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે કારોબાર મજબૂત રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.
બુધવારે પણ શેર બજારમાં તેજી ચાલુ રહી હતી. બજેટ 2024 પહેલા શેર બજાર નવી ઉંચાઈ પર છે. સેન્સેક્સ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે પહેલી વાર 80 હજારનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ 24292.15 ની તેની રેકોર્ડ ઉંચી સપાટીએ ખુલ્યો હતો. જો કે થોડા સમય બાદ 9.23 મિનિટ પર સેન્સેક્સ 482 અંકના વધારા સાથે 79,923.60 પર કારોબાર કરી રહ્યો છે. તેજી પર માર્કેટ ખુલવાના કારણે રોકાણકારોએ પણ ઘણી કમાણી કરી છે. પાછલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 79,441.45 પર બંધ થયો હતો.
પહેલીવાર સેન્સેક્સ 80,000ને પાર
સેન્સેક્સે બુધવારે લાઇફટાઇમ હાઇ લેવલનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 80,039.22 પોઇન્ટની નવી ટોચને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 24,291.75 પોઇન્ટની નવી ટોચને સ્પર્શ્યો હતો. સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 427 અંકના વધારા સાથે 79,882 અંકોની નજીક કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 107.80 પોઇન્ટ વધીને 24,232 પોઇન્ટ પર છે.
વૈશ્વિક બજાર સપોર્ટ
સ્થાનિક શેરબજારને વૈશ્વિક બજારોનો સપોર્ટ મળી રહ્યો છે. મંગળવારે વોલસ્ટ્રીટના તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૦.૪૧ ટકા, એસએન્ડપી ૫૦૦ ૦.૬૨ ટકા અને નાસ્ડેક ૦.૮૪ ટકા વધ્યા હતા. એશિયાઈ બજારો પણ આજે મજબૂત છે. શરૂઆતી કારોબારમાં જાપાનનો નિક્કી 0.84 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.08 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૨૬ ટકા અને કોસ્ડેકમાં ૦.૫ ટકાનો વધારો નોંધાયો હતો. જોકે હોંગકોંગના હેંગ સેંગમાં નુકસાનની શરૂઆત થવાના સંકેત દેખાઈ રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/