અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ સતત 15 કલાક સુધી નોન-સ્ટોપ મ્યુઝિકલ કાર્યક્રમ યોજાશે
એન્કર મેહુલ રવાણી દ્વારા છવાશે યાદગાર સંગીતનો સૂરમયી જાદુ
મધુર અવાજ અને પોતાનાં ગીતોમાં દર્દને જીવંત રાખીને જીવવાવાળા ગાયક મુકેશ કુમાર આજે પણ લોકોની યાદોમાં જીવિત છે. જેણે પોતાનાં ગીતોથી ભારતના જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકોને દીવાના બનાવ્યા હતા. એક સમય હતો જ્યારે રશિયામાં ‘આવારા હૂં’ અને ‘મેરા જુતા હૈ જાપાની’ જેવાં ગીતોનો અર્થ જાણ્યા વગર જ લોકો તેને ગણગણતા હતા. તા.03-07-2024 બુધવાર ના રોજ રાજકોટના આંગણે શ્રી મેહુલભાઈ રવાણી સંચાલિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં જાણીતા સિંગર શ્રી અલ્પેશભાઈ ડોડીયા તથા લાઇવ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના 170 ગીતોને સતત 15 કલાક સુધી સ્વરબદ્ધ કરવામાં આવશે. અસંભવ લાગતા આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર શ્રી મેહુલભાઈ રવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ તેઓ સતત 15 કલાક સુધી કરવાના છે.
સમગ્ર કાર્યક્રમ અંગે વિગતે માહિતી આપતા મેહુલભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, જીવનમાં કેટલીક ખુશીઓ દસ્તક દઈને આવે પણ ખુશીઓના વાદળ ઉમટી પડે ત્યારે બારે મેઘ ખાંગા થાય તેમ વરસે છે. મુકેશજીનો અવાજ પણ અનેક દિલોને ઝણઝણાવી જાય તેવો છે. આ એજ અવાજ છે જેને અગણિત લોકોનો બેહિસાબ પ્રેમ મળ્યો છે. ત્યારે અમે અમારા અનોખા અંદાજથી રાજકોટને સંગીતમાં તરબોળ કરવાનો પ્રયાસ કરીશું, તા.03-07-2024ના રોજ સવારે 09:00 થી રાત્રીના 12:00 વાગયા સુધી શહેરના હેમુગઢવી હોલ મેઇન ઓડિટોરિયમ ખાતે નોન-સ્ટોપ સતત 15 કલાક સુધી મ્યુઝિકલ કાર્યક્રમ યોજાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમના કલાકારોની વાત કરું તો છેલ્લા દસ વર્ષથી ગુજરાતના દરેક શહેરમા પોતાના બસ્સોપચાસથી (250) વધુ શો દ્વારા પ્રેક્ષકોને મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અને મુકેશજીના છસ્સો (600) થી વધુ ગીતો જેમને કંઠસ્થ છે એવા શ્રી અલ્પેશભાઈ ડોડિયા આ કાર્યક્રમમાં મુકેશજીના કંઠે ગીતો રજૂ કરશે જયારે મ્યુઝિકલ મેલોઝ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સંગીત નિર્દેશક કરવામાં આવશે. આ ઉપરાંત રફીક જરીયા (કો-સિંગર) સહ-ગાયિકાઓની વાત કરીએ તો રીટા ડોડિયા, કાજલ કથરેચા, રીના ગજ્જર, રૂપાલી જાંબુચા, દેવયાની ગોહેલ (ચક્રવર્તી), દીપા ચાવડા, હીના કોટડિયા અને સાજીંદાઓની વાત કરીએ તો ઇમ્તિયાઝખાન સૈયદ (કીબોર્ડ), ભાર્ગવ ઉમરાણીયા ( રિધમિસ્ટ ), જીતામી વ્યાસ (ગિટાર), પારસ વાઘેલા (રિધમિસ્ટ), ભરત ગોહેલ (રિધમિસ્ટ), ફિરોઝ જી. શેખ (રિધમિસ્ટ), દિલીપ ત્રિવેદી (રિધમિસ્ટ), સંદીપ ત્રિવેદી ( પર્ક્યુસન ),પ્રથમ વાઘેલા (પર્ક્યુસન) સહિતના સાજિંદાઓ સાથે સંગીતમય સફરમાં સૂરતાલની તાલાવેલી સર્જાશે. જ્યારે પ્રાયોજક ભાવેશ પિત્રોડા અને તાજ સાઉન્ડના હબીબ ઘાડા દ્વારા કાર્યક્રમને કર્ણપ્રિય બનાવવામાં આવશે.
આ મ્યુઝિકલ કાર્યક્રમની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવામાં આવશે. અને સંસ્થા દ્વારા લોંગેસ્ટ નોન-સ્ટોપ સિંગિંગ રીલે ઓફ લેટ મુકેશ નામે એવોર્ડ નોંધવામાં આવશે અને આ વર્લ્ડ રેકોર્ડમાં સિંગિંગ માટે તમામ સિંગર્સને અને એન્કરિંગ માટે શ્રી મેહુલભાઈ રવાણીને, ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે. સાથે સાથે શ્રી જૈન સોશ્યલ ગૃપ – રાજકોટ(વેસ્ટ) દ્વારા શ્રી અલ્પેશભાઈ ડોડીયાને સન્માનિત કરવામાં આવશે
આ તકે સિંગર શ્રી અલ્પેશભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ટીમ વર્કથી જ સંપન્ન થશે. અમારી સાથે આખી ટિમ છેલ્લા 6 મહિનાથી મહેનત કરી રહી છે. જે આગામી તા.3 જુલાઈના રોજ સંપન્ન થશે.જેમાં અમને રાજકોટના સ્વર કાર તથા સંગીત નિર્દેશક શ્રી લલિતભાઈ ત્રિવેદીનું માર્ગદર્શન સાંપડ્યું હતું. સાથે સાથે રાજકોટના અગ્રણી ઉધતોગપતિઓ રોયલ સ્ટીલ ફેબ્રીકેશનના શ્રી ભાવેશભાઈ પિત્રોડા અને શ્રી પ્રવીણભાઈ પિત્રોડા, આકાર જ્વેલર્સ, પરીનભાઈ પારેખ, હાર્દિકભાઈ પારેખ, અંબિકા સ્ટીલ લેટર પંચના શ્રી હરેશભાઇ પરમાર, શ્રી રાજેશભાઈ પરમાર, શ્રી તિલકભાઈ પરમાર, જે.પી. જવેલર્સ, રણછોડનગર ભરતભાઈ પટોડીયા, પીઠવા મેન્યુફેક્ચરર્સના શ્રી મિતેશભાઈ પીઠવા, રાજકોટની નામાંકિત સંસ્થાઓ શ્રી લુહાર હિતેચ્છુ મંડળ, શ્રી લુહાર સેવા સમાજ, શ્રી લુહાર વિદ્યાર્થી, મચ્છુકઠીયા લુહાર જ્ઞાતી, શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન, શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ, શ્રી જૈન સોશ્યલ ગૃપ – રાજકોટ(વેસ્ટ), એચ એમ જૈન મેટ્રીમોનીયલ ગ્રુપ હર્ષદભાઈ મહેતા શ્રી પરમાર પરિવાર,શ્રી પીઠવા પરિવાર , શ્રી સિધ્ધપુરા પરિવાર અને શ્રી મકવાણા પરિવારનો સહયોગ સાંપડ્યો છે.
આ તકે સર્વે રાજકોટવાસીઓને સવારે 9-30 કલાક થી આ શ્રેષ્ઠ મ્યુઝિકલ કાર્યક્રમમાં ઉમટી પડવા અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા અલ્પેશ ડોડીયા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog