આ પહેલા સમાચાર આવ્યા હતા કે ટીમ ઈન્ડિયા બાર્બાડોસના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સાંજે 6:30 વાગ્યે ઉડાન ભરશે અને બુધવારે સાંજે 7.45 વાગ્યા સુધીમાં ભારત પહોંચી જશે. પરંતુ, હવે આ સમયમાં ફેરફાર થયો છે. જાણો હવે ટીમ ઇન્ડિયા માટે ભારત પહોંચવાનો નવો સમય.
બાર્બાડોસમાં તોફાન બેરીલ શાંત થઈ ગયું છે. પરંતુ, શાંત થયા બાદ પણ ટીમ ઇન્ડિયાની ફ્લાઇટમાં વિલંબના સમાચાર છે. જી હા, બાર્બાડોસના લેટેસ્ટ અપડેટ મુજબ ટીમ ઇન્ડિયા નિર્ધારિત સમય કરતા 5થી 6 કલાક મોડી ઉડાન ભરશે. જો કે આ પાછળનાં કારણો સ્પષ્ટ રીતે જાણી શકાયા નથી. ટીમની વિલંબિત ફ્લાઇટનો અર્થ એ છે કે ભારતમાં તેના આગમનનો સમય પણ બદલાઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે બાર્બાડોસના એરપોર્ટ મંગળવાર સાંજ સુધીમાં ખુલી જશે. સાથે જ સ્થાનિક સમય મુજબ ટીમ ઇન્ડિયા સાંજે 6.30 વાગ્યા સુધીમાં રવાના થઇ જશે. આ ઉપરાંત બુધવારે સાંજે 7.45 વાગ્યા સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે. પણ, લેટેસ્ટ માહિતી પ્રમાણે ભારતીય ટીમના આ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ 5-6 કલાક મોડીઃ રિપોર્ટ
બાર્બાડોસથી હવે મોટું અપડેટ એ છે કે ટીમ ઇન્ડિયા સ્થાનિક સમય અનુસાર પૂર્વ નિર્ધારિત સમય અનુસાર 5 થી 6 કલાક મોડી ઉડાન ભરશે. એટલે કે સાંજે ઉડતી ફ્લાઈટ હવે મોડી રાત્રે બાર્બાડોસથી ઉડાન ભરશે. સાથે જ તેમના ભારત આગમનના સમયમાં પણ આ જ સમયનો તફાવત જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર ટીમ ઈન્ડિયા હવે બુધવારની સાંજને બદલે ગુરુવારે સવારે 4 થી 5 વાગ્યા સુધી ભારત પહોંચી શકે છે.
ટીમ ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ ભારતમાં ક્યાં ઉતરશે?
મળતી માહિતી પ્રમાણે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન વર્લ્ડ કપ 24 નામની ખાસ ફ્લાઇટ સાથે બાર્બાડોસથી ઉડાન ભરશે. અને તે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતમાં ઉતરવાના અહેવાલ છે.
બેરીલના તોફાનને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
આ પહેલા બાર્બાડોસમાં બેરિલ તોફાનના કારણે ટીમ ઇન્ડિયાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વીજળી અને પાણી ખોરવાઈ ગયા હતા. વીજળી અને પાણી બંધ થવાને કારણે હોટલની સુવિધાઓ પણ ઓછી થઈ ગઈ હતી. ભારતીય ખેલાડીઓને લાઈનમાં ઉભા રહીને કાગળની થાળીમાં જમવાની ફરજ પડી હતી. શહેરમાં કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોઈ પણ ખેલાડીને હોટલની બહાર નીકળવાની મંજૂરી નહોતી.
ભારતે 29 જૂને રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog