રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન કચેરીના સ્થાને ટુંક સમયમાં નવી કચેરીનું કામ શરૂ થનાર છે. પંચાયતના સભાખંડમાં અધિકારીઓએ ચૂંટાયેલા સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનમાં ૩૫ કરોડના ખર્ચે બનનાર નવી કચેરીની ડીઝાઇન, સુવિધા વગેરે સહિત માહિતી આપેલ હતી. આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબેન રંગાણી સહિત ૧૫ જેટલા સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ નવી કચેરી નિર્માણની યોજનાની કામગીરી ચાલી રહી છે. હવે ગણતરીના દિવસોમાં જ વર્તમાન વહીવટી સ્થળાંતર સાથે કચેરીની હયાત ઇમારત તોડવાનું શરૂ થશે તેમ જાણવા મળી રહ્યું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog